પરેશ પટેલે પ્રથમ ઓરા થાઇ સ્પાના માલિકના સંપર્કમાં આવીને કામ કરવાનું શીખ્યુ હતું. ત્યાર બાદ યપ સ્પા નામથી ગોત્રી તથા અન્ય વિસ્તારોમાં સ્પા પાર્લર શરૂ કર્યા
વર્ષ 2014 માં રશિયન સ્પા થેરાપીસ્ટ હન્ના ચુકો અને વિક્ટોરીયાને કસ્ટમરની મસાજ કરવા માટે રાખ્યા હતા
યપ સ્પાના પરેશ પટેલ અને સ્પા ગર્લ હન્ના સુકોને એકબીજા સાથે નિકટતા અંગે કાયદેસરની પત્નીએ કંઇ કહેતા તેને બેરહેમી પુર્વક માર માર્યો હતો
માર મારતા કાયદેસરની પત્નીના શરીર પર પેરાલીસીસની 20 ટકા અસર થઇ હતી, તબિબની ટ્રીટમેન્ટ બાદ નિદાન થયું
જીજ્ઞા બેને હન્ના સુકોને ઘરે ન આવવા વિનંતી કરતા તેણે પરેશ થકી પુત્ર થયો હોવાનો ભાંડો ફોડ્યો હતો
કાયદેસરની પત્નીએ અનેક વખત પરેશ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ પરેશ બાંહેધારી આપતવા મામલે થાળે પડતો હતો
વડોદરા. સ્પામાં કામ કરતી યુવતીને વીઝા આપવાનું બહાનું આપીને શહેરના જાણીતા યપ સ્પાના માલિકે કાયદેસરની પત્નીને છેતરી હતી. રશીયન યુવતી હન્ના ચુકો સાથે સંબંધ બાંધીને તેમને પુત્ર પણ થયો હતો. યપ સ્પાના માલીક પરેશ પટેલે પહેલી પત્ની સાથે પોતાનું પાપ છુપાવવા અનેક વખત જુઠ્ઠુ બોલી મારાઝુડ પણ કરી હતી. અનેક વખત સમાઘાન કરી પતિ સાથે રહેતી પત્નીએ આખરે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ શહેરના અનેક વિસ્તારમાં યપ સ્પા નામની મસાજ પાર્લર ધરાવતા પરેશ પટેલના લગ્ન જીજ્ઞા સાથે વર્ષ 2000 ની સાલમાં થયા હતા. લગ્ન જીવન દરમિયાન બંન્નેને 17 વર્ષનો દિકરો પણ છે. પરેશ પટેલે પ્રથમ ઓરા થાઇ સ્પાના માલિકના સંપર્કમાં આવીને કામ કરવાનું શીખ્યુ હતું. ત્યાર બાદ યપ સ્પા નામથી ગોત્રી તથા અન્ય વિસ્તારોમાં સ્પા પાર્લર શરૂ કર્યા હતા. વર્ષ 2014 માં રશિયન સ્પા થેરાપીસ્ટ હન્ના ચુકો અને વિક્ટોરીયાને રાખ્યા હતા. દરમિયાન યપ સ્પાના પરેશ પટેલ અને સ્પા ગર્લ હન્ના ચુકોને એકબીજા સાથે નિકટતા વધી ગઈ હતી અને પ્રેમ સંબંધ બંધાયા બતા.
ડિસેમ્બર-14 માં પરેશની કાયદેસરની પત્ની જીજ્ઞાએ પ્રેમ સંબંધ અંગે પતિને કંઇ કહેવા જતા તેને બેરહેમી પુર્વક માર માર્યો હતો. માર મારવાને કારણે જીજ્ઞા બેનના શરીર પર 20 ટકા જેટલી પેરાલીસીસની અસર આવી ગઇ હતી. અને તે સમયે તેમણે ડો. યશેશ દલાલ પાસે તેમની સારવાર કરાવી હતી. તે સમયે પતિએ બાંહેધારી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.પરંતુ ત્યાર બાદ પણ પરેશ સુધર્યો ન હતો. પોતાની કાયદેસરની પત્નીને હેરાન કરવાનું અને સ્પા ગર્લ હન્ના સુકો સાથે અનૈતિક સંબંધ ચાલુ રાખ્યો હતો.
વર્ષ 2015 માં હન્ના ચુકો પ્રેગનેન્ટ થઇ હતી. અને બાળકને જન્મ આપ્યો હતો. દરમિયાન હન્ના ચુકો પરેશ પટેલના ઘરે અવર-જવર શરૂ થઇ હતી. આ અંગે જીજ્ઞા બેને પરેશને પુછતા, હન્ના ચુકોને ભારત દેશમાં સ્થાયી થવાનું હોવાને કારણે તેને બાળકનો જન્મ આપ્યાનું જણાવ્યું હતું. અને આ બાળક સાથે મારે કોઇ લેવા દેવા નથી તેમ જણાવ્યું હતું. આ અંગે જીજ્ઞા બેને પોલીસ ઉચ્ચ અધિકારીઓને અરજી આપી હતી. પરંતુ પતિ દ્વારા ફરી આવું નહિ થાય તેમ જણાવી વધઉ એક વખત બાંહેધારી આપતા અરજી પરત ખેંચી લીધી હતી.
બીજી વખત પતિ પરેશની બાંહેધારી ઠગારી નિવડી હતી. પછી તો પરેશ દ્વારા તેની કાયદેસરની પત્નીને ધમકી આપવામાં આવતી હતી. અને કહેતો કે ,હન્ના ચુકો ભારતમાં જ રહેશે. તને જોઇ લઇશ અને તારાથી થાય તે કરી લેજે. જીજ્ઞા બેને હન્ના ચુકોને અંગ્રેજીમાં વિનંતી કરી કે, શું કામ મારૂ ઘર બગાડે છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે તારા પતિથી મને એક બાળકનો જન્મ થયો છે. તેના બાળકનું રજીસ્ટ્રેશન વડોદરામાં થયું છે. અને તેની નાગરીકતા માટે પરેશ પટેલે કોર્ટમાં અંદરોઅંદર કાર્યવાહી પણ કરી હતી. બાળકના પિતાનું નામ પરેશ પટેલ દાખલ કરવામાં આવ્યું હતું. જેને કારણે તેને વિઝા મેળવવામાં સરળતા રહે.
હન્ના ચુકો અને પરેશ પટેલનું બાળક છે તેવી ખરાઇ જીજ્ઞા બેનને બાળકના ડીએનએ પરથી થઇ હતી. કાયદેસરની પત્નીના નામે લેવામાં આવેલી ગાડીની ચાલી રશિયન સ્પા ગર્લને આપવા બાબને અવાર નવાર ઘરમાં ઉગ્ર બોલાચાલી થતી હતી. રશીયન સ્પા ગર્લ જોડે સંબંધ બાંધી પોતાની કાદેસરની પત્ની સાથે મારઝુડ કરતા પરેશ પટેલની કંટાળ્યા બાદ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.