વડોદરા. ચાલુ વર્ષે નવરાત્રી પર્વ સહિતના તહેવારોમાં સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને ઉજવણી કરવી પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. 9 દિવસમાં ઓનલાઇન ગરબા પ્રોગ્રામનું આયોજન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. તો કેટલી જગ્યાએ લોકો ઘરમાં ગરબે રમી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તેવા સમયે શહેરના રૂકમિલ શાહે નવરાત્રી પર્વ દરમિયાન પ્રતિદીન 21 કુંવારીકાઓનું પુજન કરીને તેમને ભોજન તથા યથા શક્તિ દાન કરી ઉજવવાનું નક્કી કર્યું છે.

નવરાત્રી પર્વમાં ઉજવણી અંગે રૂકમિલ શાહે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ચાલુ વર્ષે ગરબા રમવું શક્ય નથી. તેવા સમયે મેં શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પર્વની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. એક અઠવાડિયાના મનોમંથન પછી નવરાત્રીમાં નવ દિવસ સુધી 21 કુંવારીકાઓનું પુજન,ત્યાર બાદ તેમને ભોજન અને યથા શક્તિ દાન કરવાનો નિર્ણય લીધો હતો. નવરાત્રીમાં અત્યાર સુધી ગરબા રમી તથા માતાજીની પુજન – અર્ચન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે સરકારની ગાઇડલાઇન અનુસરીને જ તમામ લોકોએ ભક્તિ કરવી જોઇએ.

વધુમાં રૂકમિલ શાહે ઉમેર્યું કે, નવરાત્રી દરમિયાન કુંવારીકાઓનું પુુજન અને તેમને ભોજન કરાવવાનું અનેરૂ મહત્વનું છે. કુંવારીકાઓના પુજન કરીને પર્વ ઉજવણી કરવાનો નિર્ણય લેતા પહેલા શાસ્ત્રીજી સાથે મામલે પરામર્શ કર્યો હતો. તેમના જણાવ્યા બાદ આજથી આગામી 9 દિવસ સુધી કુંવારીકાઓનું પુજન કરવામાં આવશે. કોરોનાને કારણે આ વર્ષે ઉજવણીની રીત બદલાઇ છે, પરંતુ માતાજીમાં આસ્થા કાયમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !