• તહેવાર ટાણે ફરસાણના મોટા વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ
  • વડોદરાના વિશ્વવિખ્યાત જગદીશ ફરસાણની દુકાને અને ફુડ ઝોનની રૂ. 3.13 કરોડની કરચોરી પકડાઇ
  • ખંભાતના બે ફરસાણ વાળાને ત્યાં સર્ચમાં રૂ. 74.76 લાખની જીએસટી ચોરી પકડાઇ
  • અત્યાર સુધીની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની કરચોરી પકડાઇ, વધુ કાર્યવાહી દરમિયાન કરચોરી આંક વધી શકે છે.

વડોદરા. તહેવાર નજીક આવતાની સાથે જીએસટી વિભાગ દ્વારા વડોદરા તથા આસપાસમાં ફરસાણની દુકાનો પર જીએસટી વિભાગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે મોડી સાંજ સુધીની કાર્યવાહીમાં શહેરના જાણીતા જગદીશ ફરસાણની દુકાનો અને ફુડઝોન પરથી રૂ. 3.13 કરોડની ચોરી પકડાઇ હતી. તથા ખંભાત તથા નજીકના અન્ય નામચીન ફરસાણ માર્ટ વાળાની રૂ. 74.76 લાખની જીએસટી ચોરી પકડી પાડવામાં આવી હતી.

અનલોકમાં સામાન્ય જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. નવ વર્ષ દિપાવલી નજીક આવવાને કારણે ધીમે ધીમે માર્કેટમાં લોકોની ચહલ પહલ વધી રહી છે. તેવા સમયે ફરસાણના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જીએસટી વિભાગ દ્વારા વડોદરાના જાણીતા જગદીશ ફરસાણ માર્ટની બે દુકાનો અને જગદીશ ફુડઝોન પ્રાઇવેટ લીમીટેડ પર ચર્ચ શરૂ કરવામાં આવી હતી.

ચર્ચ દરમિયાન મંગળવારે મોડી સાંજ સુધીમાં જગદીશ ફરસાણ વાળાની અલગ અલગ પરિસરમાંથી રૂ. 3.13 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી. જગદીશ ફરસાણની સાથે સુખડીયા, ખંભાત અને સુખડીયા ગડબડદાસ બાપુજી એન્ડ સન્સને ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું. બંન્ને જગ્યાએથી રૂ. 74.76 લાખની જીએસટી ચોરી પકડી પાડવામાં આવી હતી. જાણીતા ફરસાણ વાળાને ત્યાંથી કુલ મળીને રૂ. 3.87 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી. તપાસ અધિકારીની મતે આગામી સમયમાં ફરસાણ વાળાને ત્યાંથી જીએસટી ચોરી નો આંક વધી શકે છે.

– કયા ફરસાણ વાળાને ત્યાંથી કેટલી કરચોરી પકડાઇ

ફરસાણ માર્ટનું નામ          GST ચોરીની રકમ

સુખડીયા, ખંભાત –           રૂ. 12.76 લાખ

સુખડીયા ગરબડદાસ બાપુજી એન્ડ સન્સ –    રૂ. 62 લાખ

જગદીશ ફરસાણ પ્રા. લી. –    રૂ. 1.48 કરોડ

જદગીશ ફુડ ઝોન પ્રા. લી. –    રૂ. 1.05 કરોડ

જગદીશ ફુડ્સ પ્રા. લી. –          રૂ. 60 લાખ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud