• સેક્સ કૌભાંડના માસ્ટર માઇન્ડ નિલેશ ગુપ્તાએ તેની જ ઓફિસમાં કામ કરતી એક યુવતી ને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો
  • , તું જ્યારે કપડા બદલતી હતી ત્યારે વિડિયો ઉતારી લીધો છે અને જો તું મારું કહ્યું નહીં કરે તો આ વિડીયો મારે વાયરલ કરવો પડશે – કહી દુષ્કર્મ આચર્યુ

#CHATURBATE સેક્સ કૌભાંડના સંચાલક નિલેશે યુવતિને નોકરી રાખી આચર્યું દુષ્કર્મ, જાણ બહાર VIDEO બનાવી VIRAL કરવાની આપી ધમકી

WatchGujarat./Vadodara અકોટા વિસ્તારમાં વર્ચ્યુઅલ સેક્સ કૌભાંડના માસ્ટર માઇન્ડ નિલેશ ગુપ્તાએ તેની જ ઓફિસમાં કામ કરતી એક યુવતી ને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની  ફરિયાદ નોંધાઈ છે. નિલેશ ગુપ્તા સામે ળાત્કારનો ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટ મેળવવાની અને જેલમાંથી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. #Chaturbate

દોઢ વર્ષ પહેલાં બનેલા બનાવ અંગે પીડિતાએ જણાવ્યું છે કે, નિલેશ ગુપ્તા વિડીયો શુટ કરવાના બહાને મારી સાથે શારીરિક છેડછાડ કરતો હતો. જેથી મેં તેનો વિરોધ કર્યો હતો. આ વખતે નીલેશે મને એવી ધમકી આપી હતી કે, તું જ્યારે કપડા બદલતી હતી ત્યારે વિડિયો ઉતારી લીધો છે અને જો તું મારું કહ્યું નહીં કરે તો આ વિડીયો મારે વાયરલ કરવો પડશે. ત્યારબાદ તેણે મારી મરજી વિરુદ્ધ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અકોટા ની હાર્દિક ચેમ્બર અને શ્રી રેસિડન્સીમાં રેય ડિઝાઇન આર્કિટેક ની ઓફિસ ની આડ માં સેકસ રેકેટ ચલાવનાર નિલેશ ગુપ્તા સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. પીડિતાએ પોલીસને માહિતી આપી હતી કે, નિલેશ ગુપ્તાએ મારી સાથે આચરેલા દુષ્કર્મ નો પણ વિડિયો ઉતારી લીધો હોવાની મને જાણ કરી હતી. અને તેણે દુષ્કર્મનો વીડિયો પોર્ન સાઇટ પર વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું.

ફરિયાદના આધારે ગોત્રી પોલીસે વર્ચ્યુઅલ સેક્સ રેકેટ કૌભાંડના માસ્ટર માઇન્ડ નિલેશ ગુપ્તા સામે બળાત્કારનો ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટ મેળવવાની અને જેલમાંથી ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

વર્ચ્યુઅલ સેક્સ કૌભાંડ શું હતું ?

ચતુરબાતે વેબસાઇટ પર વર્ચ્યુલ સેક્સ રેકેટ ચલાવવા માટે નિલેશ ગુપ્તા અને કારેલીબાગ ખાતે રહેતી અમી પરમારએ ઇન્ટરનેશનલ વર્ચ્યુલ સેક્સ કોલસેન્ટરનુ સેટઅપ વડોદરામાં ઉભુ કર્યું હતુ. જેમાં મધ્યમ વર્ગીય યુવતિઓને રૂપિયાની લાલચ આપી નોકરીએ રાખવામાં આવી હતી. વડોદરા, સુરત અને ઉત્તર પ્રદેશની યુવતિઓને અમી પરમાર ગ્રાહકો સાથે કઇ રીતે વાતો કરવી અને બાદમાં અંગ પ્રદર્શન કરવુ તેની ખાસ ટ્રેનિંગ આપતી હતી. વેબકેમેરાના માધ્યમથી ચાલતા ONLINE વરચ્યુલ સેક્સ કોલ સેન્ટરમાં એક યુવતિ થકી નિલેશ અને અમી મહિને રૂ. 50થી 60 હજારની કમાણી કરતા હતા. જેમાંથી યુવતિઓને મહિને પગાર પેટે રૂ. 18થી 20 હજાર આપવામાં આવતા હતા. છેલ્લા પોણા બે વર્ષમાં વર્ચ્યુલ કોલ સેન્ટરમાં 30 જેટલી યુવતિઓ પાસે આ પ્રકારનુ કામ કરાવી સવા કરોડની જેટલી કમાણી કરી લીધી હતી.

#Chaturbate #Vadodara

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud