- શાળા ટ્યુશન લાવવા લઇ જવા માટે રીક્ષા ચાલકે સગીરાના ઘરે જઇ ચા પાણી પીધા
- સગીરાને ખોળામાં બેસાડવાની માંગણી તેણે નકારી
WatchGujarat. Vadodara – આજવા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા પરિવારની સગીર છોકરીઓને સ્કૂલ અને ટ્યુશન ક્લાસમાં જવા માટે ઓટો રીક્ષા બંધાવી હતી. ઓટો રિક્ષા ચાલક રોજ વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં અને ટ્યુશન માટે લઇ જવા – મુકવાનું કામ કરતો હતો. દરમિયાન 30 નવેમ્બરના રોજ વિદ્યાર્થિની સાંજના સમયે ઘરે હતી. તે દરમિયાન ઓટો રિક્ષા ચાલક દિનેશ ભાવસાર તેઓના ઘરે પહોંચી ગયો હતો.અને તેની સાથે શારીરીક અડપલા કર્યા હતા.
આજવા રોડ પર રહેતી સગીરાને શાળા – ટ્યુશન લઇ જવા માટે રીક્ષા બંધાવી હતી. આજવા રોડ પર રહેતા દિનેશભાઇ ભાવસાર (રહે 90 આદર્શ નગર સોસાયટી, કમલા નગર – આજવા રોડ) ખાતે રહેતા રીક્ષા ચાલક સગીરાને ઘરેથી ટ્યુશન અથવા સ્કુલ લઇ જતા હતા. તાજેતરમાં દિનેશ સગીરાના ઘરે આવ્યો હતો. ઘણા સમયથી એકબીજાને જાણતા હોવાથી સગીરાએ દિનેશને ઘરમાં બોલાવ્યો હતો. ઘરમાં આવીને તેણે સગીરા પાસે પાણી માંગ્યું હતું. અને ત્યાર બાદ ચા માંગી હતી. સગીરાએ રીક્ષા ચાલકને ચા અને પાણી બંન્ને આપ્યા હતા.
સગીરાના ઘરમાં રીક્ષા ચાલકને ચા – પાણી આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ દિનેશે સરીગાને ખોળામાં બેસવાનું કહ્યું હતું. જેનો સગીરાઓ ઇનકાર કર્યો હતો. સગીરાએ ઇન્કાર કરતા દિનેશે તેની જોડે શારીરીક અડપલા કર્યા હતા. આમ, ઘરેથી સ્કુલ ટ્યુશન લાવવા લઇ જતા પરિચીત ઇસમે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
આ અંગે વિદ્યાર્થિનીઓએ ઘરે આવેલા પરિવારને જાણ કરતા પરિવારે હવસખોર ઓટો રીક્ષા ચાલક દિનેશ ભાવસાર સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે ફરિયાદના આધારે ઓટો રીક્ષા ચાલક દિનેશ ભાવસાર સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ PI વી.પી. ચૌહાણ કરી રહ્યા છે.