- મહિલા કોન્સ્ટેબલ પર હમલો કરી પગમાં લાકડના ફટકા માર્યા, જયારે પીએસઓના માથામાં લાકડાના ફટકા માર્યા
- હુમલાખોરો પૈકી બે તોફાનીઓને પોલીસ જવાનોએ ઝડપી પાડ્યાં
- ફરિયાદ નથી નોંધતા તેમ કહી હુમલાખોરોઓ હુમલો કર્યો
- બે પોલીસ કર્મીને ઈજાગ્રસ્ત કરતા, ઇજાગ્રસ્ત બંને પોલીસ કર્મીઓને સારવાર આપવામાં આવી
WatchGujarat. લક્ષ્મીપુરા પોલીસ મથકમાં તમે કોઈ કાર્યવાહી કરતા નથી. તેમ જણાવી માથાભારે ત્રિપુટીએ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનો ઉપર ખુરશી ટેબલ માર્યા હતા. ફરજ પર હાજર PSO ના માથામાં લાકડાની ખુરશી અને મહિલા કોન્સ્ટેબલને પગમાં લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસ જવાનોએ હુમલાખોરો પૈકી બે ને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થઇ ગયો હતો. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષીબેન અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભાઇલાલભાઈ સ્ટેશન હદ વિસ્તારમાં પી.સી.આર વાનમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે, “સમતા વ્રજભૂમિ સોસાયટીમાં મનોજ નેપાળી અને બીજા ચાર ઈસમો મને મારવા આવેલ છે”. વર્ધીના આધારે તેઓ સ્થળ પર પહોંચી તપાસ કરતાં વર્ધી લખાવનાર કિશોર ઉર્ફે કેશવ મોહનભાઇ માંડલીક, અર્જુન ઉર્ફે માંચી કુવર માંડલીક , શૈલેષકુમાર ગોવિંદભાઈ રાવળ તથા સંજય પ્રેમ પ્રકાશ ઠાકોર મળી આવ્યા હતા. જેથી મૂળ હકીકત જાણવા પોલીસ તમામને પોલીસ મથક લઈ આવી હતી.
પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ જોર જોરથી બૂમો પાડી અર્જુન માંડલીક ઉર્ફે માંચી કુવર ફરજ પરના પોલીસ જવાનોને જણાવ્યું હતું કે, અમારી ફરિયાદના અંગે તમે કોઈ કાર્યવાહી કરતા નથી. અને તેમ કહી હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે બૂમો પાડવાની ના પડતા એકદમથી ઉશ્કેરાઈ જઇ કેશવ અને અર્જુન ફરજ પર હાજર પોલીસ જવાનો ઉપર પોલીસ મથકની જ ખુરશીથી હુમલો કર્યો હતો. અને માધવ માંડલીકે લાકડાની ખુરશી PSO પોલીસ કર્મીના માથામાં મારી હતી. તેમજ અર્જુન માંડલીકે લાકડાનું ટેબલ PCR વાનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ મીનાક્ષીબેન નરેન્દ્ર પ્રસાદને પગમાં ફટકારી હતી.
પોલીસ સ્ટેશનમાં થેયલ ઘટનાની જાણ અન્ય પોલીસ કર્મીઓને થતા પોલીસ જવાનો દોડી આવ્યા હતા. અને હુમલાખોરો પૈકી કિશોર માંડલીક અને અર્જુન માંડલીકને ઝડપી પાડ્યા હતા. જ્યારે માધવ માંડલીક ફરાર થઇ ગયો હતો. લક્ષ્મીપુરા પોલીસે આ બનાવ અંગે કિશોર માંડલીક, અર્જુન માંડલીક અને માધવ માંડલીક (તમામ રહે – વ્રજભૂમિ સોસાયટી ,સમતા) વિરુદ્ધ સરકારી કામમાં દખલગીરી, કર્મચારી પર હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.