• કપાસની ખરીદી નહિ કરવામાં આવતાં ખેડુતોએ રોષે ભરાયા
  • APMC પરિસરમાં કપાસનો જથ્થો સળગાવી વિરોધ નોંધાવ્યો
  • વધારે ભેજ હોવાનું કારણ આગળ ધરી APMC સત્તાધીશોએ કપાસ ખરીદવાનો ઇન્કાર કર્યો

ખરીદી નહિ કરતા રોષ, કરજણ APMC પરિસરમાં ખેડુતોએ કપાસનો જથ્થો સળગાવ્યો

WatchGujarat. કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતોના કપાસની ખરીદી નહિ કરવામાં આવતાં ખેડુતોએ રોષે ભરાયા હતા. APMC પરિસરમાં કપાસનો જથ્થો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. કપાસમાં વધારે ભેજ હોવાનું કારણ આગળ ધરી APMC સત્તાધીશોએ કપાસ ખરીદવાનો ઇન્કાર કરી દેતાં મામલો ગરમાયો હતો.

કરજણ APMCને કપાસ ખરીદી માટે સેન્ટર આપવામાં આવ્યું હતું. જેને લઇને તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડુતો ટ્રેક્ટરો ભરીને તેમનો કપાસનો પાક વેચવા માટે આવ્યાં હતાં. કપાસ ખરીદી પહેલા તેમાં રહેલો ભેજ તપાસમાં આવે છે. કરજણ APMC ખાતે વેચવા માટે આવેલા કપાસમાં ભેજ વધારે હોવાનું કહીને સત્તાધીશોએ ખરીદવાનો ઇનકાર કર્યો હતો. જેને પગલે ખેડુતો રોષે ભરાયા હતા. અને પરિસરમાં જ સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.

ખરીદી નહિ કરતા રોષ, કરજણ APMC પરિસરમાં ખેડુતોએ કપાસનો જથ્થો સળગાવ્યો
કપાસમાં ભેજ માપી રહેલા અધિકારીઓ

ત્યાર બાદ ખેડુતોએ તેમની સાથે લાવેલા કપાસના પાકને સળગાવી દીધો હતો. આમ મહામહેનતે ઉછેરેલા કપાસને વધારે ભેજનું કારણ આપીને ખરીદવાનો ઇનકાર કરતા ખેડુતોમાં રોષની લાગણી વ્યાપી હતી. અને કપાસ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વિરોધ કરી રહેલા ખેડુતે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં કરજણ ને સેન્ટર આપવામાં આવ્યું છે કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે 60 ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો છે . ભેજવાળો કપાસ અમે ખરીદી નથી શકતા.

ખરીદી નહિ કરતા રોષ, કરજણ APMC પરિસરમાં ખેડુતોએ કપાસનો જથ્થો સળગાવ્યો

More #Karjan #APMC #Farmers #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud