• કોરોના કાળ બાદ શ્રમીકોની હાલત ખુબ જ કફોડી બની છે
  • મિત્ર ભુખ્યો ન રહે તે માટે બીજા રૂમમાંથી બે રોટલી લાવવી ભારે પડી
  • બીજા દિવસે ઉગ્ર બોલાચાલી બાદ રોટલીખાનારના પેટ પર ચપ્પુ હુલાવાયું

 

#Vadodara - અહીંયા બે રોટલી માટે પણ ખૂની ખેલ ખેલાય છે

WatchGujarat.  દેશમાં શ્રમીકોની હાલત હાલ ખૂબ જ કફોડી બની છે. જે આપણે પાછલા મહિનાઓ એટલે કે કોરોના કાળમાં જોયુ છે. જ્યાં ફુટપાથ રહેતા લોકોને એક ટાઇમનુ જમવા માટે પણ ફાંફાં પડતા હતા. ત્યારે મજૂરી કામ કરી જીવન ગુજારતા શ્રમીકોની હાલત પણ કંઇક એવી જ બની છે. તેવામાં મિત્ર ભૂખ્યો ના રહે તે માટે બીજા મિત્રએ બાજુના રૂમમાંથી બે રોટલીયો લઇ આવ્યો હતો. જોકે રોટલી લાવવાનુ યુવકને એટલુ ભારે પડ્યું કે આખરે પોલીસે તેને રોટલી આપનાર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

શહેર નજીક આવેલા કરચીયા ગામ ખાતે રહેતો ઓમપ્રકાશ થાનસિંગ સિંધી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ગત શનિવારના રોજ ઓમપ્રકાશ પોતાના રૂમ પર પહોંચ્યો હતો. ત્યારે તેની સાથે રૂમમાં રહેતો સેતાનસિંગ, નરેન્દ્ર, દશરથ તેમજ ધર્મેન્દ્રએ જમવા બેઠા હતા. જોકે તેઓ જમી લેતા ઓમપ્રકાશ માટે બે જ રોટલીઓ બચી હતી. જેથી મિત્ર ઓમપ્રકાશને રોટલીયા ઓછી પડશે તેમ વિચારી સેતાનસિંગ બાજૂના રૂમમાંથી બે રોટલીની વ્યવસ્થા કરી લાવ્યો હતો.

બીજા દિવસે રવિવાર હોવાથી તમામ સાથી મિત્રો પોતાના રૂમ પર હાજર હતા. તેવમાં સાંજના સમયે ધર્મેન્દ્રસિંગે સેતાનસિંગને કહ્યુ કે, તુ રૂમ નંબર 46 અને 47 માં રહેતા લોકો પાસેથી રોટલી કેમ લાવ્યો હતો. હવે તેઓ રોટલીના બદલામાં પાંચ કિલો લોટ માંગી રહ્યાં છે. જેથી બન્ને બાજૂના રૂમમાં રહેતા લોકો પાસે પહોંચ્યાં હતા. જ્યાં બોલાચાલી થતા પાડોશીઓએ તેમને છુટ્ટા પાડ્યા હતા. બાદમાં આજ બાબતે ધર્મેન્દ્રસિંગ અને સેતાનસિંગ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. તેવામાં ધર્મેન્દ્રસિંગ ક્યાંથી ચપ્પુ લઇ આવ્યો અને સેતાનસિંગ પર હુમલો કરી દીધો હતો.

ધર્મેન્દ્રસિંગે આવેશમાં આવી સેતાનસિંગને ઉપરા છાપરી બે ચપ્પુના ઘા ઝીંકી દેતા તે ઢળી પડ્યો હતો. દરમિયાન આસાપાસમાં રહેતા લોકો એકઠા થતાં હુમલાકોર ધર્મેન્દ્રસિંગ ત્યાથી ફરાર થઇ ગયો હતો. લોહીમાં લથબથ સેતાનસિંગને તાત્કાલીક સારવાર માટે બાઇક પર બેસાડી બાજવા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે જવાહરનગર પોલીસે હુમલાખોર ધર્મેન્દ્રસિંગ વિંદાવન લોધી વિરુદ્ધ હત્યાની કોશિશ ,મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

More #રોટલી #knife #Sayaji Hospital #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud