• કોરોના પોઝીટીવ કેસો વધતા નાઇટ કર્ફ્યુ અને દિવસ દરમિયાન માસ્કનું ચેકીંગ સઘન બનાવી દેવામાં આવ્યું
  • દેવ ઉઠી અગ્યારસ પછી લગ્નના મૂર્હતો શરૂ થયા
  • સયાજીગંજ વિસ્તારમાં નવવધુ માસ્ક વગર કારમાં ફરતા ઝડપાઇ

#Vadodara - લગ્નમાં તો ચાંલ્લો મળે પણ અહીં તો રૂ. 1000 નો કરવો પડ્યો

WatchGujarat. કોરોનાના શરૂઆતના તબક્કામાં લોકડાઉન અને અનલોક થકી કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. દિવાળીને તહેવાર બાદ કોરોના પોઝીટીવ કેસો વધતા નાઇટ કર્ફ્યુ અને દિવસ દરમિયાન માસ્કનું ચેકીંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. જોકે દેવ ઉઠી અગ્યારસ પછી લગ્નના મૂર્હતો શરૂ થાય છે. તેવામાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધીના કર્ફ્યુના કારણે અનેકના લગ્નનો ઉમંગ ભાંગી પડતા દિવસ દરમિયાન મર્યાદીત મહેમાન વચ્ચે લગ્ન કરવા પડી રહ્યાં છે. તેમ પણ જો સરકારની કોવિડની ગાઇડલાઇનનો ભંગ થાય તો ભારે વેઠવાનુ આવી પડી છે.

આપણી સંસ્કૃતિ અને વર્ષોથી ચાલતી પરંપરા મૂજબ આપણે જ્યારે પણ લગ્નમાં જતા હોઇએ છીએ ત્યારે વરવધુને ભેટ સ્વરૂપે ચાંદલો અથવા કોઇ ગીફ્ટ આપવામાં આવે છે. પરંતુ કોરોનાની પરિસ્થિતિએ તમામ પરંપરા બદલી કાઢી હોય તેવો સમય આજે આપણે જોઇ રહ્યાં છે. ત્યારે શુક્રવારે શહેરના કાલાઘોડા સર્કલ પાસેથી લાલ કૂલોથી સજાવેલી ગાડીમાં પસાર થઇ રહેલી નવવધુને માસ્ક ન પહેરવા બદલ પોલીસે દંડ ફટકાર્યો હતો.

#Vadodara - લગ્નમાં તો ચાંલ્લો મળે પણ અહીં તો રૂ. 1000 નો કરવો પડ્યો

કોરોના કોઇને છોડતો નથી. સામાન્ય પ્રજાથી લઇને અહેમદ પટેલ જેવા રાજકીય અગ્રણીઓનો કોરોનાએ ભોગ લીધો છે. કોરોનાને શરૂઆતી તબક્કામાં નાથવા માટે લોકડાઉન અને અનલોક આપવામાં આવ્યા હતા. દિવાળી પહેલા સ્થિતીમાં અંશત ફર્ક જોવા મળ્યો હતો. પરંતુ દિવાળી બાદ રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં કોરોના વકર્યો છે. જેને લઇને રાત્રી કર્ફ્યુ અને દિવસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કોઇ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે.

#Vadodara - લગ્નમાં તો ચાંલ્લો મળે પણ અહીં તો રૂ. 1000 નો કરવો પડ્યો

શુક્રવારે સવારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા સર્કલ પાસેથી કારમાં નવવધુ પસાર થઇ રહી હતી. દરમિયાન તેણે માસ્ક ન પહેર્યું હોવાનું સ્થળ પર હાજર પોલીસ જવાનોના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે ગાડી રોકીને નવવધુને માસ્ક ન પહેરવા બદલ રૂ. 1 હજારના દંડ ફટકારવામાં આવ્યો હતો. નવવધુ દંડની પાવતી પર સહિ કરવા માટે બહાર નિકળી ત્યારે તેના મોઢા પર માસ્ક જોવા મળ્યું હતું. સામાન્ય રીતે લગ્નમાં લોકો તરફથી ચાંલ્લા સ્વરૂપે ભેટ અથવા રોકડ મળતી હોય છે. પરંતુ કાલાઘોડા પાસે માસ્ક પહેર્યા વગર કારમાં બેઠેલી નવવધુએ પોલીસને રૂ. 1 હજારનો ચાંલ્લો કરવો પડ્યો તેવી સ્થિતી સર્જાઇ હતી.

More News #લગ્ન #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud