• શહેર પોલીસની મહત્વની ત્રણ બ્રાન્ચ PCB, DCB અને SOG
  • ક્રાઇમ બ્રાન્ચના PIની PCBમાં બદલી કરાઇ

વડોદરા શહેર પોલીસની 3 મહત્વની બ્રાન્ચના પાંચ PI ની આંતરિક બદલી, જાણો કોની ક્યાં થઇ બદલી

WatchGujarat. ગત તા. 2 ઓગષ્ટના રોજ વડોદરા શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતની બદલી થઇ હતી. ગહલૌતની બદલી સાથે સુરત પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટને વડોદરા શહેરના નવા પોલીસ તરીકે નિમવામાં આવ્યાં હતા. સામાન્ય રીતે જ્યારે પણ કોઇ નવા અધિકારી શહેર અથવા જિલ્લાનો ચાર્જ સંભાળે ત્યારે તેમના વિશ્વાસુ અધિકારીઓને મહત્વની બ્રાન્ચનો ચાર્જ સોંપવામાં આવતો હોય છે. તેજ રીતે અનુપમસિંહ ગહલૌતની આઇ.બીમાં બદલી થયાના 120 દિવસ બાદ શહેર પોલીસની ત્રણ મહત્વની બ્રાન્ચમાં પાંચ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ના તત્કાલીન ઇન્સ્પેકટર રાજેશ કાનમિયા વડોદરા શહેરમાં પી.એસ.આઇ તરીકે ફેબ્રુઆરી-2018માં રાજકોટથી વડોદરા લાવવામાં આવ્યાં હતા. વર્ષ 2019 સુધી PCBના ઇન્ચાર્જ પી.આઇ તરીકે ફરજ બજાવ્યાં બાદ નવેમ્બર-2019માં પ્રમોશન મેળવી તેઓ પી.આઇ બન્યા હતા. પી.આઇ બન્યાના ટુંક સમયમાં જ જૂનાગઢ ખાતે તેમની બદલી કરવામાં આવી હતી. જોકે કોરોના કાળ દરમિયાન ગત જૂલાઇ 2020ના રોજ આર.સી કાનમીયાને જૂનાગઢથી ફરી વડોદરા ટ્રાન્સફર આપવામાં આવી હતી અને વધુ એક વખત પીસીબી પી.આઇનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આમ ત્રણ વર્ષ સુધી પોલીસ કમિશનરની ખૂબ નિકટ રહેલા રાજેશ કાનમિયાની ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ તરીકે બદલી કરવામાં આવી છે.

જ્યારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.જે. પટેલની PCBના પી.આઇ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (SOG)ના પી.આઇ એમ.આર સોલંકીની પણ ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરના રીડર પી.આઇ એન.એચ બ્રહ્મભટ્ટની એસ.ઓ.જીમાં બદલી કરાઇ છે અને પી.આઇ એમ.વી ગઢવીની વિશેષ શાખામાંથી ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.

આમ શહેર પોલીસની મહત્તવની ત્રણ બ્રાન્ચમાં પી.આઇઓની આંતરિક બદલી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. બીજી તરફ શહેરમાં દારૂનો વેપલો ચલાવી રહેલા બુટલેગરોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે.

More #PI #City Police #Transfer #Vadodara News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud