• તાજેતરમાં વડોદરાને “Best Water Management” મળ્યો હતો
  • કાલાઘોડા ખાતે પાણીની લાઇનમાં ભંગાણને કારણે અસંખ્ય લીટર પાણી વહી ગયું
  • પાલીકા ‘Best Water Mismanagement’ માટે તૈયારી કરી રહ્યુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Best VIDEO

WatchGujarat. સ્માર્ટ સીટીના ઠેકેદારોને તાજેતરમાં “Best Water Management” મળ્યો હતો. એવોર્ડ મેળવ્યા બાદ વહીવટી તંત્રની સચ્ચાઇ સામે આવી હતી. ગુરૂવારે સવારે કાલાઘોડા બ્રીજ પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અસંખ્ય લિટર પાણી વહી ગયું હતું. તેમ જોતા એવું લાગી રહ્યું છે કે વડોદરા હવે ‘Best Water Mismanagement’ એવોર્ડ માટે તૈયાર છે.

ગુરૂવારે સવારે કાલાઘોડા બ્રીજ પાસે પાણી મામલે પાલીકાનું Mismanagement (ગેરવહીવટ) સામે આવ્યું હતું. બ્રીજ પરથી રસ્તાની બાજુમાંથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણને પગલે લાઇનમાંથી પાણીના ફુવાડા ઉડી રહ્યા હતા. અને અસંખ્ય લીટર પાણી વહી ગયું હતું. કિસ્સાને જોતા લાગે છે કે, “Best Water Management” એવોર્ડ લીધા પછી વહીવટી તંત્ર ‘Best Water Mismanagement’ એવોર્ડ માટે તૈયારી કરી રહ્યું છે. અને તૈયારીના ભાગ રૂપે પાણીના વેડફાટની ઘટના સામે આવી હતી.

શહેરમાં પાણીની સમસ્યા જુની અને ઘેરી છે. પીવાના પાણીનો કકળાટ વર્ષભર શહેરના અનેક વિસ્તારોમાં રહેતો હોય છે. ક્યાંક પાણી નથી મળતુ, તો ક્યાંક પાણી મળે છે પરંતુ તે ઉપયોગમાં લેવા લાયક હોતું નથી. કેટલાક વિસ્તારોમાં તો લાંબા સમયથી પીળાશ પળતા કલર ધરાવતા પાણીની સમસ્યા છે. જો કે શહેરમાં પાણીની સમસ્યા લોકોને પડી રહેલી મુશ્કેલીઓની એક બાજુ છે. તા બીજી બાજુ પાણીને લઇને તંત્ર ખુબ જ સારી કામગીરી કરી રહ્યું છે. જેને લઇને વડોદરા મહાનગર પાલીકાને “Best Water Management” એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ M / S Advance Water Digest Pvt. Ltd. નામની એન.જી.ઓ દ્વારા આપવામાં આવ્યો હતો. જેની સ્થાપના વર્ષ 2006 માં કરવામાં આવી છે.

More #Best #Water #Mismanagement #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud