• દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજ્યભરમાં અલગ અલગ સ્થળોએ ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા
  • વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ખેડૂત આંદોલનના સમર્થનમાં કલેકટર કચેરી પર ધરણા અને દેખાવો યોજ્યા

#Vadodara - કૃષિ બિલનો વિરોધ કરતા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, ખેડૂત વિરોધી બિલ રદ્દ કરવાની માંગ

WatchGujarat. Vadodara – ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજ્યભરમાં અલગ અલગ સ્થળોએ ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ખેડૂત આંદોલનના સમર્થનમાં કલેકટર કચેરી પર ધરણા અને દેખાવો યોજ્યા હતા. જેમાં વડોદરા શહેરના હોદ્દેદારો, ધારાસભ્ય તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે હાજર રહ્યા હતા. પ્લેકાર્ડ અને બેનર સાથે વર્તમાન ભાજપ સરકારની પ્રજા વિરૂદ્ધની કામગીરી સામે સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી બિલ કેન્સલ કરવું જોઈએ અને ખેડૂતો પર લાઠીચાર્જ વરસાવી અત્યાચાર આચરવામાં આવ્યો છે, તે ખુબ જ ગંભીર બાબત છે. આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને વડાપ્રધાનને રજૂઆત કરી છે કે, ખેડૂતોને લાભદાયી બિલ લાવવામાં આવે. નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનો સામનો કરવો પડશે. #Vadodara

#Vadodara - કૃષિ બિલનો વિરોધ કરતા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, ખેડૂત વિરોધી બિલ રદ્દ કરવાની માંગ

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યુ અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી બોર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલાં ખેડૂત આંદોલનને હવે ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યુ છે. એટલું જ નહીં, આજે કોંગ્રેસે રાજ્યના જિલ્લા મથકોએ ધરણા યોજીને કૃષિ બિલનો વિરોધ કરવા નક્કી કર્યું હતું.

More #Congress #Farmbill #Protest #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud