• તમારા ગામની અંજના અને રીટા નામની કિશોરીઓ નર્મદા કેનાલમાં કપડા ધોવા માટે ગઈ હતી
  • દરમિયાન એક કિશોરી તણાતા બીજી કિશોરી તેને બચાવવા ગઇ 
  • બંન્ને કિશોરીઓ કેનાલમાં તણાતા ગ્રામજનોનો ટોળા સ્થળ પર આવી પહોંચ્યા

#Vadodara - નર્મદા કેનાલમાં કપડા ધોવા ગયેલી બે કિશોરીઓ તણાઇ

WatchGujarat. વાઘોડિયા તાલુકાના તમારા ગામની અંજના અને રીટા નામની કિશોરીઓ નર્મદા કેનાલમાં કપડા ધોવા માટે ગઈ હતી. નર્મદા કેનાલમાં કિશોરીઓ કપડાં ધોઇ રહી હતી દરમીયાન અચાનક એક કિશોરીનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં તણાવા લાગી હતી. ત્યારે તેની સાથે બીજી કિશોરીએ પોતાની સખીMને બચાવવાના પ્રયત્નો કરતા તે પણ કેનાલના પાણીમાં તણાઈ હશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

કેનાલમાં બે કિશોરી ડૂબવાની વાત ગામમાં વાયુવેગે ફેલાતા લોકોના ટોળાં કેનાલ પાસે દોડી આવ્યા હતા. દરમિયાન ગામના કેટલાક યુવાન તરવૈયાઓ કેનાલમાં પાણીમાં કૂદીને ડૂબી ગયેલ કિશોરીઓ ની શોધખોળ ચાલુ કરી દીધી હતી. કેનાલના વહેતા પાણીમાં બે કિશોરીઓ થોડે દૂર સુધી કેનાલના પાણીમાં તણાઈ ગઈ હતી. ગામના યુવાન તરવૈયાઓએ કેનાલના પાણી માંથી બનાવ સ્થળ નજીકથી બે કિશોરીઓની મળી આવી હતી. કેનાલમાં ડૂબી ગયેલી અંજના પરમાર તેમજ રીટા પરમાર બંન્નેને સારવાર મળે તે પહેલાં જ તેઓનું મોત થયું હતું.

એક જ ગામની બે કિશોરીના મોતના સમાચાર ગામમાં મળતાની સાથે ગામ લોકોમાં ગમગીની છવાઇ હતી. બનાવ અંગે ઈમરજન્સી સેવા 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. વાઘોડિયા પોલીસ પણ બનાવના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી હતી

More #નર્મદા #Narmada #canal #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud