નોકર દ્વારા ચાકુના ઘા ઝીંકી મૃત્યુ પામનાર અઢીયા દંપત્તિ
  • દુબઈના અરેબિયન રેન્ચીસ ખાતે રહેતા અઢિયા દંપત્તિની પાકિસ્તાની નોકર દ્વારા બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી 
  • બનાવને પગલે નિરાધાર બનેલી તેમની પુત્રીઓની વ્હારે સરકાર આવી
  • બંન્ને પુત્રીઓને ભણવાની સાથે તેમના દાદા દાદીને વિઝા આપવામાં આવતા 
  • સરકાર દ્વારા મનવતાવાદી વલણ અપનાવાયું 

Watchgujarat. મૂળ વડોદરાના અને દુબઈના અરેબિયન રેન્ચીસ ખાતે રહેતા અઢિયા દંપત્તિની પાકિસ્તાની નોકર દ્વારા 10 થી વધારે ચાકુના ઘા ઝીંકી બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેમની બે પુત્રીઓ અને દાદા – દાદીને UAE સરકાર દ્વારા વિક્ટમ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત 10 વર્ષના ‘GOLDEN VISA’ મંજુર કરવામાં આવ્યા છે. UAE સરકારના વિક્ટમ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વખત ભારતીય પરિવારને મદદ કરવામાં આવી હોય તેવો આ સંભવિત પ્રથમ કિસ્સો છે.

મૂળ વડોદરાના હિરેન અઢિયા અને વિધિ અઢિયા દુબઇની ઓઇલ કંપનીમાં કામ કરતા હતા અને અરેબિયન રેન્ચીસ ખાતે રહેતા હતા. તેમના ઘરે પાકિસ્તાની નોકર કામ કરતો હતો. જૂન 18 ના દિવસે પાકિસ્તાની નોકરે તેમના ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. 2 હજાર દીરામની ચોરી કર્યા બાદ બીજી કિંમતી વસ્તુઓની શોધમાં જતા હિરેન ભાઈ પર ચોરની નજર પડી હતી. 35 વર્ષિય પાકિસ્તાની નોકરે ચોરીને અંજામ આપવા માટે ખાસ નવું ચપ્પુ ખરીદ્યું હતું.

અરેબિયન રેન્ચીસ, વિલા – દુબઇ

હિરેનભાઈ ચોરને રોકવા જતા તેને વારાફરથી ચપ્પુના 15 જેટલા ઘા મારીને તેમનુ કાળાશ કાઢી નાખ્યું હતું. દરમિયાન તેમની પત્નીને પણ ચપ્પુના ઘા ઝીંકી બેરહેમી પૂર્વક મારી નાખવામાં આવી હતી. અને તેમની મોટી પુત્રીને મારવા જતા તે બચી નીકળી હતી અને પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી. પોલીસે તાત્કાલીક વધુ કાર્યવાહી શરુ કરી હતી. ઘટનાના 24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના ફીંગરપ્રીન્ટ્સ સહિતના નમુના લઇને તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.

હિરેન અઢીયા અને વિધિ અઢીયાને બે પુત્રીઓ હતી. પોતાના વિલામાં ચોરીનો બનાવ રોકવા જતા પાકિસ્તાની નોકરે અઢીયા દંપત્તિની ક્રૃર રીતે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. જેને કારણે તેમની બે પુત્રીઓ વિદેશમાં નિરાધાર બની હતી. માતા પિતાનું છત્ર ગુમાવનાર પુત્રીઓ તેમના જીવનકાળના કપરા સમયાં આવી ગઇ હતી. તેવા સમયે UAE સરકાર બંન્ને પુત્રીઓની મદદે આવી હતી.

સરકારના ઉચ્ચ અધિકીરીઓ અને જવાબદાર વિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અઢીયા દંપત્તિની બંન્ને પુત્રીઓને કાયદાની વિશેષ જોગવાઇ અંતર્ગત ‘GOLDEN VISA’ આપવામાં આવ્યા હતા. માત્ર પુત્રીઓ જ નહિ પરંતુ તેમની સાથે તેમના દાદા – દાદીને પણ ‘GOLDEN VISA’ માં સમાવી લેવામાં આવ્યા હતા. માતા પિતાનું છત્ર ગુમાવનાર બંન્ને પુત્રીઓને સરકારના પ્રતિનીધીઓ તરફથી સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતી દંપત્તિને મોતને ઘાટ ઉતારનાર પાકિસ્તાની નોકર

UAE ની વિઝા આપવાની સાથે તેમને ભણવા માટેનો ખર્ચ પણ ઉપાડ્યો હતો

માતા પિતાનું છત્ર ગુમાનવાર અઢીયા પરિવારની બંન્ને દિકરીઓને વિઝા આપવાની સાથે ભણતરનો ખર્ચ પણ સરકાર દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે. બંન્ને દિકરીઓને UAEની કેનેડીયન યુનિવર્સિટી અને રેપ્ટન યુનિવર્સિટી દ્વારા ભણવા માટે સ્કોલર શીપ આપવામાં આવી હતી. આમ, માતા પિતાનું છત્ર ગુમાવનાર પુત્રીઓના સહારે UAEની સરકાર અને ત્યાંની સ્થાનિક યુનિવર્સિટી આવી હતી.

સરકારના પ્રયત્નોની દિકરીઓને નવું જીવન મળ્યું : દાદા – દાદી

ચોરીનો બનાવ રોકવા જતા જીવ ગુમાવેલા અઢીયા દંપત્તિની બંન્ને પુત્રીઓ બનાવ બાદ ગણતરીના કલાકોમાં નિરાધાર થઇ ગઇ હતી. જેને કારણે UAE સરકાર તેમની વ્હારે આવી હતી. સરકારે તેમને વિઝા આપવાની સાથે સાથે તેમના દાદ દાદીને પણ તેમની સાથે રહેવાની મંજુરી આપી હતી. જેને કારણે દાદા – દાદી ખુબ જ ખુશ થયા હતા. મિડીયા અહેવાલ પ્રમાણે હવે દાદા – દાદી પુત્રનીઓના બાજુના એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ ઇચ્છે છે કે બંન્ને છોકરીઓનું ભણતર અહિંયા જ પુરૂ થાય. તેઓ તેમની નજર સામે તેમને ઉછેરવા ઇચ્છે છે. સરકારના પ્રયત્નોથી તેમને નવું જીવન મળ્યું હોવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud