• રાજકોટની ઉદય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ સમગ્ર રાજ્યનુ તંત્ર હોસ્પિટલોને લઇ એલર્ટ થયું છે.
  • પાણી આવ્યાં પછી પાળ બાંધવી એ તંત્રની સ્ટાઇલ રહીં છે.
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના પરથી બોધ પાઠ ન મેળવ્યો રાજકોટમાં દુર્ઘટના ઘટી
  • OSD ડો. રાવે હોસ્પિટલમાં ફાયર સેફટીનુ ચેકિંગ, મોક્ડ્રીલ અને સ્ટાફ ટ્રેનીંગ અંગે સૂચનો કર્યાં

રાજકોટની ઘટના બાદ વડોદરા તંત્રએ “માત્ર” સૂચનોનો દોર શરૂ કર્યો ત્યાં સુરત એક્શન મોડમાં, 800 હોસ્પિટલોનો સર્વે હાથ ધરાયો

WatchGujarat. રાજકોટ – કોરોના કાળ દરમિયાન છેલ્લા ચાર મહિનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, જામનગર, વડોદરા અને ત્યારબાદ રાજકોટ મળી કુલ ચાર શહેરોની હોસ્પિટલમાં આગની ગંભીર ઘટના બનવા પામી હતી. જેમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાગેલી આગના કારણે કોરોના પોઝિટીવ દર્દીઓ અને પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેવામાં રાજકોટની ઉદય હોસ્પિટલમાં બનેલી દુખઃદ ઘટના બાદ અગાઉની જેમ ફરી એક વખત વડોદરા તંત્ર દ્વારા સૂચનો આપવાનો દોર શરૂ કરાયો છે. તેવામાં સુરતના તંત્ર દ્વારા સૂચનો કરવાને બદલે એક્શન દાખવવામાં આવી હતી.

રાજકોટની ઘટના બાદ વડોદરા તંત્રએ “માત્ર” સૂચનોનો દોર શરૂ કર્યો ત્યાં સુરત એક્શન મોડમાં, 800 હોસ્પિટલોનો સર્વે હાથ ધરાયો

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરતમાં ફાયર તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરતની હોસ્પીટલમાં ફાયર સેફટીના સાધનો તેમજ વીજ સપ્લાયની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા સુરતની તમામ કોર્પોરેટ હોસ્પિટલોમાં મોકડ્રીલ પણ યોજી સ્ટાફ અને ડોકર્ટસને પરિસ્થિતિ અંગે માહિતીગાર કરવામાં આવ્યાં હતા. જોકે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગત તા. 8મી સપ્ટેમ્બરના રોજ બનેલી આગની ઘટનાના થોડા દિવસો પહેલા જ વડોદરા ફાયર બ્રીગેડ દ્વારા હોસ્પિટલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે ટ્રેનીંગ આગની ઘટનામાં કેટલીક હદે ઉપયોગી નિવળી હતી. જો હોસ્પિટલ સ્ટાફને ટ્રેનીંગ આપવામાં ન આવી હોત તો રેસ્ક્યૂની કામગીરીમાં મુશ્કેલી સર્જાવાની પુરેપુરી શક્યાતઓ હતી. સદનસીબે આ દુર્ઘટના કોઇ જાનહાની થઇ ન હતી.

OSD ડો. વિનોદ રાવે જરૂરી સૂચનો કર્યા પણ SSGમાં લાગેલી આગના રિપોર્ટની કોઇને પડી નથી

જોકે સરકારી તંત્રની એક સ્ટાઇલ રહીં છે કે, પાણી વહી ગયા બાદ જ તેના નિવારણ માટે પાળ બાંધવામાં આવતી હોય છે. તેવું જ કંઇ વડોદરામાં જોવા મળી રહ્યું છે. અત્યારસુધી ઊંધી રહેલુ વડોદરાનુ તંત્ર રાજકોટની ઉદય હોસ્પિટલમાં બનેલી ઘટના સફાળુ જાગ્યુ છે. શિવાનંદ કોવિડ હોસ્પિટમલાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા હતા. આ ઘટનાના બાદ 81 દિવસ પહેલા સયાજી હોસ્પિટલમાં બનેલી દુર્ઘટના તાજી થઇ હતી અને OSD વિનોદ રાવે ફરી એક વખત શહેરની તમામ હોસ્પિટલમાં ફાયર સેફટીના ચેકિંગ તેમજ સ્ટાફ ટ્રેનિંગ અંગે સૂચનો કર્યા છે. પરંતુ સયાજી હોસ્પિટલમાં લાગેલી આગના રિપોર્ટની કોઇને ચિંતા નથી. જો રિપોર્ટ બહાર આવે તો આગ લાગવાના મુળ કારણ સુધી પહોંચી શકાય છે. અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન ઘટે તે માટે પૂર્વ તૈયારીઓ કરી શકાય છે.

રાજકોટની ઘટના બાદ સુરત ફાયર બ્રીગેડ તાત્કાલીક એક્શનમાં

જ્યારે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ઘટનાને પગલે સુરતનું તંત્ર હરકતમાં આવી ગયું છે. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની 800 જેટલી હોસ્પિટલમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા વાયરિંગ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 111 હોસ્પિટલ પાસે જ ફાયરની એનઓસી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તમામ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

સનસાઈન હોસ્પિટલમાં યોજાઈ મોકડ્રીલ

આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા સુરતની અલગ અલગ મોટી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કોઈ દુર્ઘટના બને તો હોસ્પિટલના સ્ટાફે અને દર્દીઓએ શું તકેદારી રાખવી તેની ખાસ માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ફાયરના લાશ્કરોએ કેવી રીતે કામગીરી કરવી તેની માહિતી આપી હતી. આવી જ એક મોકડ્રીલ સુરતના વેસુ રોડ પર આવેલી સનસાઈન હોસ્પિટલમાં યોજાઈ હ

More News # રાજકોટ #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud