- પોલીસે પકડેલા આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી
- એજન્સીના મુખ્ય બે મુખ્ય સાગરીતો નિમેષ અને હાર્દિક હજુ ભૂગર્ભમાં
WatchGujarat. SOU -વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓની આવક સાથે SOU ને પણ પ્રવેશ ફી, પાર્કિંગ ફી ને રોજિંદા HDFC બેંકમાં જમા કરાવવા ડોર સ્ટેપ કલેક્શન કરવા બેંકે રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને કામ સોંપ્યું હતું. તાજેતરમાં આ ખાનગી એજન્સીએ SOU પાસેથી રોકડ રકમ લઈ જમા કરાવવા માં વાર્ષિક ઓડિટ માં 5.24 કરોડની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો.
કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે આ ફરીયાદ ની ગંભીરતા જોઈ ડીવાયએસપી વાણી દુધાત ને સોંપી હતી. એજન્સીના આશિષ જોશી અને જયરાજ સોલંકી નામના બે કર્મચરીને નર્મદા LCB અને કેવડીયા પોલીસે વડોદરા ખાતે દરોડા પાડી ધરપકડ કરી રાજપીપલા લાવવામાં આવ્યા છે. જ્યારે હજુ નિમેષ અને હાર્દિક બે શખ્સો ફરાર છે. પોલીસ તેમને પણ શોધી રહી છે.
નર્મદા પોલીસની LCB અને કેવડિયા પોલીસે ફરિયાદ બાદ આ રાઇટર કંપનીમાં ફરજ બજાવતા આશિષ જોશી, જયરાજસિંહ સોલંકી, નિમેષ અને હાર્દિક નામના ચાર કર્મચારી સહિત અન્ય કેટલાક કર્મચારી આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની વાત શોધી હતી. ત્યારબાદ નર્મદા પોલીસની ટીમે વડોદરાના સુભાનપુરા કોયલી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડયા હતા. પરંતુ આ ચારેય કર્મચારીઓ મળ્યા ન હતા. તેઓ ફરિયાદ નોંધાતા જ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.
ડીવાયએસપી વાણી દુધાત ની સતત મોનીટરીંગ માં કામ કરતી LCB અને કેવડીયા પોલીસ બે દિવસ થી વડોદરા ચેકીંગ કરતા બાતમીના મળી કે ગુરુવારે વહેલી સવારે રાઇટર કંપનીના અધિકારી આશિષ જોશી અને કર્મચારી જયરાજ તેઓના કોયલી ગામ સ્થિત નિવાસસ્થાને આવ્યા છે. એ જાણ થતાં તેમની તાકમાં બેઠેલી પોલીસે તેમના ઘરે દરોડા પાડી આશિષ જોશી અને જયરાજ સોલંકી નામના બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે કેવડિયા ખાતે લાવવામાં આવ્યા છે.
હાલ બે શખ્સો ની કેવડિયા પોલીસ LCB પોલીસ પૂછપરછ કરી રહી છે અને ભૂગર્ભમાં ઉતરેલા મુખ્ય પોસ્ટ પર નિમેષ અને હાર્દિકના મોબાઈલ લોકેશન સતત ચેક કરી તેમની.શોધખોળ નર્મદા પોલીસ કરી રહી છે.