• બાઈકને ટક્કર મારતાં બાઈક સવાર 2 યુવાનોના ઘટના સ્થળે મોત
  • રાહદારી મહિલા ને પણ અડફેટે માં લીધી, સારવાર મળે તે પૂર્વે રસ્તામાં હાંસોટ ખાતે મહિલાએ પણ દમ તોડ્યો
  • અકસ્માત સર્જી ટ્રક ફરાર, હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી

Watchgujarat. હાંસોટના વડોલી વાંક પાસે અશોક લેલન ટ્રક ચાલકે બાઈક સવાર 2 યુવાનો અને રાહદારી મહિલાને કચડી નાખી હોવાની ઘટના સામે આવી છે. બાઈકને ટક્કર મારતાં બાઈક સવાર બે ઈસમના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ત્યાંથી પસાર થતી રાહદારી મહિલાને પણ અડફેટેમાં લીધી હતી. મહિલાનું સારવાર મળે તે પૂર્વે રસ્તામાં હાંસોટ ખાતે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

હાંસોટના અણીયાદ્રા ગામ ખાતે રહેતા અલ્પેશ વસાવા ગામના સુકાભાઈ વસાવા જોડે સુણેવ ગામ તરફથી આવી રહ્યા હતા તે દરમિયાન હાંસોટ તરફથી આવી રહેલ અશોક લેલન ટ્રક ચાલકે વડોલી વાંક પાસે તેમની મોટર સાઇકલ ને અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગવા જતા આગળ ચાલતા ચાલતા જતા રંજનબેન વસાવાને પણ અડફેટેમાં લેતા તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી. ત્રણ વ્યક્તિઓમાં મોત નિપજાવી ટ્રક છોડી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા રંજનબેનને 108 ની મદદથી સારવાર અર્થે હાંસોટ કાકાબા હોસ્પિટલ ખાતે ખસેડતા તેમને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. ઘટના સંદર્ભે અકસ્માત સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તમામ મૃતદેહને પી.એમ અર્થે હાંસોટ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે મૃતક અલ્પેશ વસાવાના કાકા વેચાણ વસાવાએ હાંસોટ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલાક ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud