મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ બનાવવાની કામગીરી ઇમેજીનરીંગ પ્રા.લી. નામની એજન્સી દ્વારા કરાય છે
એજન્સી થકી બનાવવામાં આવેલા 35 જેટલા મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ માટે જમા કરાવવામાં આવેલા આવકના પુરાવાઓ શંકાસ્પદ જણાયા તપાસ શરુ કરાઈ
સમગ્ર મામલે આજે ત્રણ લોકોની ધરપકડ કરાઈ, આગામી સમયમાં વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા
WatchGujarat. શનિવારે શહેર ક્રાઇમબ્રાન્ચે બોગસ દસ્તાવેજોના આધારે સરકારની સ્કીમમાં કાર્ડ મેળવવા માટેના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. રવિવારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા એજન્ટોના જુના રેકોર્ડની બારીકાઇ પુર્વક ચકાસણી કરવાની શક્યતા. #Vadodara
મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ બનાવવાની કામગીરી ઇમેજીનરીંગ પ્રા.લી. નામની એજન્સી દ્વારા કરવામાં આવે છે. મા અમૃતમ / મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ બનાવવા માટે વિવિધ પ્રકારના પુરાવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. એજન્સી થકી બનાવવામાં આવેલા 35 જેટલા મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ માટે જમા કરાવવામાં આવેલા આવકના પુરાવાઓ શંકાસ્પદ જણાયા હતા. જેને લઇને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. વાત જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના ધ્યાને આવતા તેમણે વધુ તપાસ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધ્યું હતું.
શહેર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 7 લોકોની સંડોવણી સામે આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેમાં મનોજકુમાર કંચનલાલ સોની (ઉં- 53 , રહે- સાંઇ રામેશ્વર એપાર્ટમેન્ટ, હરીશ પેટ્રોલ પંપસામેની ગલી), નરેશભાઇ જગજીવનભાઇ દલવાડી (ઉં-50, ફતેપુરા કુંભારવાડા, ડો.દલવાડીની ગલી), જીતેન્દ્ર ડાહ્યાભાઇ ચાવડા (ઉં-50 , ગીરીરાજ ફ્લેટ, શિવમ સોસાયટી, ન્યુ સમા રોડ)ની ધરપકડ કરી વધુ પુછપરછ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કોભાંડમાં વધુ લોકોની સંડોવણી આવનાર સમયમાં બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટો દ્વારા અગાઉ કાઢી આપવામાં આવેલા કાર્ડને પણ તપાસના દાયરામાં સમાવાશ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
More #MA Vatsalya #Card #Fake documents #scam #busted #Agent #arrested by #Police #gujaratinews #Vadodara #WatchGujarat