ડોક્ટર સામેના પુરાવા ગાંધીનગર એફએસએલમાં તપાસ બાદ ચકાસ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી
ડો. શૈલેષ નાગર ફિઝીયોથેરાપીની વિદ્યાર્થીનીઓને વાઇવામાં પર્સનલ સવાલો પુછવા મામલે વિવાદમાં આવ્યા હતા
મહિલા તબિબિ શિક્ષકો પાસે સીઆર રિપોર્ટ લખવાના બહાને પૈસા માંગ્યાની ફરિયાદ
[caption id="attachment_19511" align="aligncenter" width="225"] latest Photo[/caption]
WatchGujarat. સયાજી હોસ્પિટલના એનાટોમી વિભાગના તત્કાલીન વડા અને પ્રધ્યાપક ડો. શૈલેષ કુમાર કાશીરામ નાગર , વર્ગ - 1 મેડીકલ કોલેજ, વડોદરા (હાલ - પ્રધ્યાપક એમપીશાહ મેડીકલ કોલેજ, જામનગર) દ્વારા સીઆર (કોન્ફીડેન્શિયલ રિપોર્ટ) રીપોર્ટ લખવા પૈસાની માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહિ પૈસાની માંગણીની સાથે મહિલાઓ સાથે બિભત્સ ભાષાનો ઉપયોગ કરીને અંગત સવાલો પુછવામાં આવ્યા હતા. અને અપમાન જનક વાતો કરવામાં આવી હતી. તેના વર્તનથી તેઓ પુર્વગ્રહ અને બદલાની ભાવનાથી કામ કરી રહ્યા હોવાનું જણાઇ આવતું હતું. ડો શૈલેષ નાગર દ્વારા મેન્ટલ હેરેસમેન્ટ કરવા સહિતની બાબતને લઇને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ડો. શૈલેષ નાગરે તબિબિ શિક્ષકો પાસે કોન્ફીડેન્શિયલ રિપોર્ટ લખાવવા માટે નાણાંકિય રકમની પણ માંગણી કરી હતી. તેની વિરૂદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. અને વિડીયો ફુટેજ પણ આપવામાં આવ્યા હતા. એન્ટીકરપ્શન બ્યુરોમાં અરજદારની રજુઆત સાથે ઓડિયો - વિડીયો ફુટેજના મુળ સોર્સનું ગાંધીનગર એફ.એસ.એલ. દ્વારા ઓથેન્ટીફીકેશન કરવામાં આવ્યું હતું. તપાસ બાદ ડો શૈલેષ નાગર દ્વારા મહિલા અરજદારોને બિભત્સ ભાષાનો શબ્દ પ્રયોગ કરીને જાતીય સતામણી કરવાના ઇરાદાથી હેરાન કરતા હોવાના આક્ષેપને સમર્થન મળ્યું હતું.
જેને લઇને હાલ એમ.પી શાહ મેડીકલ કોલેજ, જામનગરમાં ફરજ બજાવતા ડો. શૈલેષ કુમાર નાગરની સામે એન્ટીકરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરેપી દ્વારા આજદિન સુધી વડોદરા, અમદાવાદ, પાટણ, જામનગર અને સુરતની મેડીકલ કોલેજમાં ફરજ બજાવી હતી. જે પૈકી કેટલીક કોલોજોમાં ફરજ કાળ દરમિયાન પણ ડો. શૈલેષ કુમાર નાગર દ્વારા મહિલા તબિબિ શિક્ષક - સ્ટુડન્ટની જાતીય સતામણી કરી હોવાની માહિતી પણ બહાર આવી હતી. ડો. શૈલેષ કુમાર નાગર સામે પોલીસ ફરિયાદ નોંધાતા તેની અટકાયત કરવામાં આવી હતી. નિયમાનુસાર તેનો કોરોના રિપોર્ટ કઢાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
શું હતો સમગ્ર મામલો
ડો. શૈલેષ નાગર વર્ષ 2019 માં બરોડા મેડીકલ કોલેજની ફિઝીયોથેરાપી બ્રાન્ચમાં એનાટોમી વિભાગના પ્રોફેસર હતા. 17 જુલાઇની આસપાસ ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં વાઇવાની પરીક્ષા ચાલી રહી હતી. વાઇવા દરમિયાન દરમિયાન પ્રોફેસરે સ્ટુડન્ટને તારી એન્ટ્રી લેટ પડે છે મારે તારી જોડે ફ્રેન્ડશીપ કરવી છે, મારી એક ફેવરીટ વિદ્યાર્થીની છે. આજ પછી તું મારી ફેવરીટ હશે તેમ કહી તેનો ફોન નંબર લીધો હતો. આ પ્રકારની લેખીત ફરિયાદ ડો. શૈલેષ નાગર વિરૂદ્ધ કરવામાં આવી હતી. મામલો સપાટી પર આવતા તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ડો. શૈલેષ સામે અનેક કોલેજોમાંથી ફરિયાદો સામે આવી હતી.