• 23 માર્ચના રોજ દેશભરમાં જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો
  • છેલ્લા કેટલાય દિવસથી વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન થવાને કારણે દુકાનો સીલ કરવામાં આવી રહી છે
  • જનતા કર્ફ્યુથી લઇને દિવાળી પહેલા સુધી માર્કેટમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો

WatchGujarat. કોરોનાનો શરૂઆતના તબક્કામાં વ્યાપ વધતા 23 માર્ચના રોજ દેશભરમાં જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને આજદિન સુધી વેપારીઓએ સરકારના નિર્ણયમાં સાથ આપ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન થવાને કારણે દુકાનો સીલ કરવામાં આવી રહી છે. શનિવારે પણ દુકાનો, ગોડાઉન અને મોલ સીલ કરવામાં આવ્યા હતા.

માર્ચ માસથી લઇને કોરોનાને લઇને સરકાર દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવ્યા હતા. વડોદરા સહિત દેશભરના વેપારીઓ દ્વારા સરકારના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જનતા કર્ફ્યુથી લઇને દિવાળી પહેલા સુધી માર્કેટમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળી આવતા જ ઘરાકી દેખાતા મંદીમાં સપડાયેલા માર્કેટમાં પ્રાણ ફુંકાયો હતો. તો બીજી બાજુ દિવાળી બાદ કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો.

કોરોના કેસો વધતાની સાથે વહીવટી તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇન્સના પાલન અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નિયમોના પાલન ન કરનારની દુકાનો સીલ મારી દેવામાં આવી હતી. દુકાનો સીલ કરતા વેપારી સંગઠનો રોષે ભરાયા હતા. અને માંડ વેપાર ધંધા શરૂ થયા હોય ત્યાં પાલીકા દ્વારા દુકાનો સીલ ન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

રજૂઆતના બીજા દિવસો જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ, પોલીસ કમિશ્નર આર.બી. ત્રિવેદી અને ઓએસડી વિનોદ રાવ દ્વારા મહત્વની મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં કોરોનાના નિયમોના પાલનનું ચેકીંગ કરવા માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્કવોર્ડની રચના કરી હતી. શનિવારે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઇને દુકાનો, ગોડાઉન અને મોલને નિયમોના ઉલ્લંઘન બદલ સીલ મારી દીધા હતા. એક સાથે અનેક વિસ્તારોમાં દુકાનો અને ગોડાઉન સીલ મરાતા વેપારી આલમમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી.

પાલીકા દ્વારા જરૂર જણાયતો કડક કાર્યવાહી અંતર્ગત દુકાનો સીલ કરવાની હતી.

જિલ્લા કલેક્ટર, ઓએસડી અને પોલીસ કમિશ્નરની સંયુક્ત મીટીંગ બાદ પ્રેસ રીલીઝ આપવામાં આવી હતી. તેમાં જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્કવોર્ડની કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. પ્રેસ રીલીઝમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જરૂર જણાયે આ ટીમોએ સખત કાર્યવાહીના ભાગ રૂપે જે તે જગ્યાને સીલ કરવાની કાર્યવાહી પણ કરવાની રહેશે. પરંતું જે રીતે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા દુકાનો ધડાધડ સીલ કરી દેવામાં આવી છે. તેમ જોતા લાગે છે કે, વહીવટી તંત્ર દ્વારા સખત કાર્યવાહી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

 

વહીવટી તંત્રની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ પોતાની વ્યથા વર્ણવતો મેસેજ શેર કર્યો

વેપારીઓ દ્વારા કરવામાં આવેલો કરવામાં આવેલો અક્ષરસહ સંદેશ :- વેપારીઓની વેદના

જાહેર નિવેદન

નબળો ધણી બૈરી પર શુરો કહેવત બદલાઈ ગઈ
હવે નબળા અને તઘલખી અધિકારીઓ વેપારીઓ પર શુરા

(૧) શાક માર્કેટ…રાજમહેલ રોડ…મંગળ બજાર..બધા ખૂબ ઘીચ વસ્તી વાળા એરિયા છે..એટલે ગરદી રહેવાની છે
(૨) પ્રજા ખરીદી કરવા નીકળે તોહ વેપારીઓ શું કરવાના છે..વેપાર તોહ કરશે જ ને..( સરકારી અધકરીઓ ને પગાર મળવાનો છે..વેપારીઓ કમાશે તોહ ઘર ચાલશે)
(૩) પ્રજા જીવન જરૂરિયાત માટે શાક ભાજી..કરિયાણું લેવા તોહ નીકળે જ ..પણ માર્કેટ જગ્યા નાની છે..અને વસ્તી વધુ એટલે સોશીયલ ડિસ્ટન્સ ના જળવાય..એટલે વેપારીઓ ની દુકાનો સિલ કરવાની????
( ૪) આજે કેટલા મોલ સિલ કર્યા..?? કેટલા રાજકારણીઓ ને દંડ કર્યો એની પણ માહિતી આપશો..
( ૫) આજે અમદાવાદ ખાતે મોદી સાહેબ ને અભિવાદન કરવા હજારો ની મેદની ભેગી થઈ હતી ..કેટલા ને દંડ કર્યો???.. દિવસ અગાઉ સ્વ.એહમદ ભાઈ પટેલ ના જનાજા માં હજારો ની ભીડ હતી કેટલા ને દંડ કર્યો??
( ૬) તમે ફક્ત કોરોના ના સાચા આંકડા આપો..અને કેટલા મૃત્યુ થયા એના આંકડા સાચા આપો એટલે પ્રજા ડર થી બહાર નહિ નીકળે..
( ૭) છેલ્લે જો તમે સાચે જ ચિંતિત હોવ તોહ લોક ડાઉન આપી દો..વેપારીઓ આમ પણ મંદી માં ખલાસ થઇ ગયા છે..હવે દંડ લેવાનો ચાલુ કર્યા… આમ દાની અઠાની ખર્ચા રૂપૈયા જેવી વેપારીઓ ની હાલત કરી છે કોઈ આવક નહિ…કોઈ સરકારી મદદ નહિ…અને ઉપર થી દંડનીય પગલાં..
( ૮) વેપારીઓ અને પ્રજા ૨૩ માર્ચ થી મોદી સરકાર અને રૂપાણી સરકાર ના દરેક નિયમો નુ પાલન કરતા આવ્યા છે …પણ આ દંડ અને સિલ ની પ્રકિયા બિલકુલ યોગ્ય નથી… તમારી જીદ પૂરી કરવા અને તમારી ભૂલો ઢાંકવા પ્રજા ઉપર જુલમ ના કરો…
( કોરોના માં બરાબર પ્રજા નુ ધ્યાન નહીં આપનાર trump સરકાર ફેંકાઈ ગઈ છે એ તમારી જાણ સારું લખ્યે છે)
વેપારીઓ ક્યાં આપઘાત કરે અથવા વેપાર બંધ કરી ને ભીખ માંગે..

વેપારીઓએ વહીવટી તંત્રની કામગીરી સામે કાળા કપડા વિરોધ કર્યો હતો.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud