• શહેરભરમાં શનિવારે સાંજે એકાએક માથુ દુખાડી દે તેવી દુર્ગંધ મારવાનું શરૂ થયું
  • દુર્ઘટના પાછળનું કારણ ગેસ વિભાગ દ્વારા કરવામાં આવેલો પ્રયોગ જવાબદાર
  • દુર્ગંધને પગલે લોકોમાં ફફડાટ

WatchGujarat. વડોદરામાં શનિવારે સાંજે એકાએક માથુ દુખાડી દે તેવી દુર્ગંધ મારવાનું શરૂ થયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતા લોકોએ મદદ માટે ફાયર વિભાગમાં ફોનનો મારો ચલાવ્યો હતો. અનેક કોલ મળતાની સાથે ફાયરના લાશ્કરો દોડતા થયા હતા. અચાનક આવતી દુર્ગંધના કારણે લોકો ચિંતાતુર બન્યા હતા. જો કે શહેરભરમાં દુર્ઘટના પાછળનું કારણ ગેસ વિભાગ દ્વારા કરવામાં આવેલો પ્રયોગ હતો.

શનિવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આવેલા ફાયર વિભાગના કોલ સેન્ટરમાં વિસ્તારમાં દુર્ગંધ આવતી હોવાના ફોનકોલ આવવાના શરૂ થઇ ગયા હતા. જેને પગલે ફાયરની ટીમો અલગ અલગ વિસ્તારમાં પહોંચી હતી. અને દુર્ગંઘ મારવાના કારણની તપાસ શરૂ કરી દીધી હતી. અચાનક દુર્ગંધ આવવું શહેરીજનો માટે કંઇ નવું નથી. પરંતુ શનિવારે અનુભવાતી દુર્ગંધ ગેસ લીકેજ થાવાની વેળાની હતી. જેથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. એક સમયે દુર્ગંધની તીવ્રતાને કારણે અનેક વિસ્તારોમાં લોકોના માથામાં દુખાવો પણ શરૂ થયો હતો.

પરંતુ દુર્ગંધ આવવા પાછળ વડોદરા ગેસ વિભાગ દ્વારા કરવામાં આવતો એક પ્રયોગ હતો. આ અંગે માહિતી આપતા ગેસ એન્જિનીયર હિમાંશુ હરપળેએ જણાવ્યું હતું કે, અમારી ઓફિસ અલકાપુરી વિસ્તારમાં નંદનવન ખાતે આવેલી છે. વડોદરામાં અનેક વિસ્તારોમાં પાઇપ લાઇન મારફતે રાંધણગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે. પરંતુ ગેસમાં દુર્ગંધ ન આવવાને કારણે તે માટેનું ટેસ્ટીંગ શનિવારે સાંજે ચાર વાગ્યાની આસસાપ કરવામાં આવ્યું હતું. ટેસ્ટીંગ માટેના પ્રયોગમાં ગેસમાં મિથાઇલ મ્કેપ્ટાઇન નામના કેમીકલ ઉમેરી તપાસ કરવામાં આવી રહી હતી. ટેસ્ટીંગ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં દુર્ગંધ મારવાનું શરૂ થયું હતું. વાતાવરણમાંથી મિથાઇલ મર્કેપ્ટાઇનની દુર્ગંધ 2-30 કલાક સુધી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની આસપાસ અનેક કેમીકલની ફેક્ટરીઓ આવેલી છે. તેમાંથી કેટલીય વખત ગેસ છોડવામાં આવે છે. અને ગેસ રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધ ફેલાવતો હોય છે. શનિવારે ઘટેલી ઘટનામાં મકરપુરા જીઆઇડીસી સિવાયના વિસ્તારોમાં દુર્ગંધ વ્યાપી હતી. જો કે સમયજતા દુર્ગંધમાં ધટાડો જોવા મળી રહ્યો છે.

રાંધણ ગેસમાં મિથાઇલ મર્કેપ્ટાઇનનું શું મહત્વ હોય છે

રાંધણગેસ તરીતે આપવામાં આવતા ગેસમાં પોતાનો કોઇ કલર અથવા તો કોઇ ગંધ હોતી નથી. તેમાં મિથાઇલ મર્કેપ્ટાઇન ઉમેરવામાં આવે છે. મિથાઇલ મર્કેપ્ટાઇન દુર્ગંધ ધરાવતો ગેસ છે. તેને રાંધણગેસમાં ઉમેરવાથી જ્યારે કોઇ જગ્યાએ ગેસ લીકેજ હોય ત્યાં દુર્ગંધ મારે છે. અને તેને કારણે લીકેજને ઓળખવામાં સરળતા રહે છે. અને દુર્ધંટનાની શક્યતાઓમાં ધટાડો થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud