કોર્પોરેશનના વહીવટી વોર્ડ નં-12માં વોર્ડ ઓફીસ તરીકે ફરજ બજાવે છે મહેશ પરનામી
મહેશ પરનામી જમીન મિલકત વિભાગમાં પણ ફરજ બજાવી ચુકવ્યો છે.
ભ્રષ્ટ અધિકારીની આવક કરતા વધુ મિલ્કત હોવાની ACB ને અરજી મળી હતી.
અરજીના આધારે તપાસ કરતા મહેશ પરનામીની 79.51 ટકા અપ્રમાણસર મિલ્કત હોવાનુ બહાર આવ્યું
WatchGujarat. VMC - વડોદરા મહાનગર સેવાસદન ભ્રષ્ટ અધિકારીઓથી ખદબદી રહ્યું છે. એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ લાંચ રૂશ્વત વિરોધી શાખાના સકંજામાં સપડાઇ રહ્યાં છે. તેવામાં પાલિકાના વધુ એક ભ્રષ્ટ અધિકારી સામે આવક કરતા વધુ મિલ્કત હોવાની ફરીયાદ ACBને મળી હતી. જેની તપાસ કરતા વહિવટી વોર્ડ -12 ના ઓફીસર તરીકે ફરજ બજાવતા મહેશ મણીલાલ પરનામીની આવક કરતા વધુ મિલ્કત હોવાનુ બહાર આવત તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના સુભાનપુરા - સમતા સ્થિત સુરભી પાર્કમાં રહેતા અને પાલિકાના વહીવટી વોર્ડ નં-12માં ઓફીસર તરીકે ફરજ બજાવતા મહેણ પરનામી તેમની આવક કરતા વધુ મિલ્કતો ધરાવતા હોવાની એક અરજી લાંચ રૂશવત વિરોધી (ACB) શાખાને મળી હતી. અરજીના આધારે ACBએ તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં મહેશ પરનામી તથા તેના પરિવારના સભ્યોના મિલ્કત સંબંધી દસ્તાવેજ, બેન્ક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજ મેળવી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ACB દ્વારા એકત્રિત કરેલી માહિતીની ઝીણવટ ભરી તપાસ કરતા પાલિકાના ભ્રષ્ટ અધિકારી મહેશ પરનામીએ પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમિયાન કાયદેસરની આવક કરતા વધુ રોકાણ કર્યુ હોવાનું બહાર આવ્યું હતું. #VMC
ACB દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતુ કે, મહેશ પરનામીએ કાયદેસર રૂ. 90,89,921 લાખની આવક સામે રૂ. 1,60,81,227 રૂપિયાનું રોકાણ અને ખર્ચ કર્યો હતો. જેમાં મહેશ પરનામી દ્વારા રૂ. 69,91,306 લાખની અપ્રમાણિત મિલ્કતો વસાવી હોવાની જણાય આવતા એસીબીએ કાયદેસરના પગલાં ભરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેશ પરનામીએ પોતાની વગ અને હોદ્દાનો ઉપયોગ કરી કાયદેસરની આવકની સરખામણીએ 79.51 રક જેટલી વધુ અવાક પ્રાપ્ત કરી હતી. #VMC
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલીકા તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે ગેર વહીવટી થવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ગેરવહીવટમાં માહીર અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે પાલીકાને ચુનો ચોપડતા રહે છે. જેને કારણે આખરે પાલીકાની તીજોરી પર તેની સીધી અસર જોવા મળે છે.
1 એપ્રિલ-2009થી 31 માર્ચ-2019 સુધીમાં 30.25 લાખની રકમ બેંક એકાઉન્ટોમાં જમા થઈ હતી
1 એપ્રિલ-2009થી 31 માર્ચ-2019 સુધીના સમયગાળામાં કુલ 30,25,202 રૂપિયાની રોકડ રકમ તેમના જુદા-જુદા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ ઉપરાંત 19,06,206 રૂપિયાની કિંમતની પોતાના અને આશ્રિતોના નામે સ્થાવર અને જંગલ મિલકતો ખરીદીને ખર્ચ પેટે અને અન્ય ખર્ચ પેટે ચુકવણી કરી હતી. આ દરમિયાન 21,93,400 રૂપિયા બેંક ખાતામાંથી ઉપાડવામાં આવ્યા હતા. વડોદરા ACBએ તત્કાલિન જમીન સંપાદન અધિકારી અને હાલમાં વહીવટી વોર્ડ નં-12ના વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ પરનામી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. #VMC
ACBએ રાજ્યમાં વર્ષ-2020માં અપ્રમાણસર મિલકત અંગેના 30 ગુના દાખલ કર્યાં
ACBએ રાજ્યમાં વર્ષ-2020 દરમિયાન વર્ગ-1ના 3 અધિકારીઓ, વર્ગ-2ના 9 અધિકારીઓ અને વર્ગ-3ના 18 અધિકારી સામે અપ્રમાણસર મિલકત અંગેના 30 ગુના દાખલ કર્યાં હતા. જેમાં 41,17,27,706 રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવ્યા બાબતે સામે આવી હતી. જેમાં GLDCના 8, શહેરી વિકાસના 4, રેવન્યુના 3, PWDના 2, GPCBના 2 પોલીસના 1, શિક્ષણના 1, પંચાયતના 4, સિંચાઇ વિભાગના 2, ઉદ્યોગના 1, આરોગ્યના 1 અને વન અને પર્યાવરણ વિભાગના 1 અધિકારી સામે કેસ થયા છે.
More #VMC #Ward Officer #Mahesh Parnami #Disproportionate Assets #ACB #Vadodara News