સીઆર પાટીલ માટે શહેરના જાણીતા લોકો સાથે ખાનગી હોટલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો
Parul University ના સંચાલક દેવાંશુ પટેલે ઓનલાઇન શિક્ષણ સમયે ફી અંગેની કેફીયત રજૂ કરી હતી
શિક્ષણ સાથે અન્ય ક્ષેત્રના લોકો સાથેના સંવાદમાં તેમના પ્રશ્નો ઉકેલવાની બાંહેધારી સીઆર પાટીલે આપી
WatchGujarat. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બે દિવસ માટે શહેરના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન સીઆર પાટીલ માટે શહેરના અગ્રણી લોકો સાથે ખાનગી હોટલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અગાઉથી નક્કી કરેલા અગ્રણીઓએ તેમની વાત સીઆર પાટીલ સમક્ષ રજુ કરી હતી. દરમિયાન Parul University ના સંચાલક દેવાંશુ પટેલે ઓનલાઇન શિક્ષણ સમયે ફી અંગેની કેફીયત રજૂ કરતા સીઆર પાટીલે સ્પષ્ટ જણાવ્યું કે, ફી સિવાયના મુદ્દે સરકાર તમારી સાથે.
કોરોના કાળમાં અનેક મધ્યમવર્ગીય પરિવાર આર્થિક સંકળામણમાં મુકાયા છે. શરૂઆતના સમયમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ સમયજતા શૈક્ષણિક કાર્ય ન ખોરવાય તે માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ હતું. શૈક્ષણિક કાર્ય તો શરૂ થઇ ગયું, પરંતુ વાલીઓની આર્થિક સંકળામણ યથાવત છે. તેવા સમયે વડોદરાના શાળા સંચાલકો અને પેરેન્ટ્સ વચ્ચે ટકરાવની સ્થિતી અનેક વખત સર્જાય છે. તેવા સમયે શહેરની ખાનગી યુનિવર્સિટી Parul University ના સંચાલક દેવાંશુ પટેલે સીઆર પાટીલ સમક્ષ ફીનો મુદ્દો ઉછાળ્યો હતો. અને સીઆર પાટીલે જાહેરમાં આ વાતનો સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
રાજ્યમાં ટુંક સમયમાં પાલીકાની ચુંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ચુંટણી પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તાજેતરમાં બે દિવસ માટે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમના શાનદાર સ્વાગતથી લઇને તેમની ભાજપના અગ્રણીઓ સાથેની મુલાકાત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સીઆર પાટીલ માટે તેમની મુકાલાતના બીજા દિવસે વડોદરાની ખાનગી હોટલમાં વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નામાંકિત ચહેરાઓને આમંંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
ખાનગી હોટલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ, ઉદ્યોગ, વેપાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હાજર તમામ લોકોમાંથી જુજ લોકોને સીઆર પાટીલ સમક્ષ પોતાની વાત રજુ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. શિક્ષણ જગતમાંથી શહેર નજીક આવેલી ખાનગી યુનિવર્સિટી Parul University સંચાલક દેવાશું પટેલે તેમની વાત રજુ કરી હતી. દેવાશું પટેલે કોરોના કાળમાં શિક્ષણની સ્થિતી અંગેની વાત મુકી હતી. તેની સાથે તેમણે ફી વસુલવા સંદર્ભે પડતી મુશ્કેલી વર્ણવી હતી. જો કે Parul University સંચાલક દેવાશું પટેલને સીઆર પાટીલે સાફ વાત જણાવી હતી કે, ફી સિવાયના મુદ્દે સરકાર તમારી સાથે.
શિક્ષણ તથા અન્ય ક્ષેત્રના લોકો સાથેના સંવાદમાં તેમના પ્રશ્નો ઉકેલવાની બાંહેધારી સીઆર પાટીલે આપી હતી. આમ, વડોદરાના અગ્રણીઓ સાથે સીઆર પાટીલનો સંવાદ કાર્યક્રમ સંપુર્ણ થયો હતો.