7 વર્ષથી દલબીર ચૌહાણ મિત્રના ઘરે રહેતો હતો અને મિત્રની પત્નીને ધર્મની બહેન બનાવી હતી.
પરિવારજન જેવા દલબીર ચૌહાણને સગીરા મામા કહીને જ બોલાવતી હતી.
પતિ – પત્ની કામઅર્થે બહાર જતાં એકલતાનો લાભ લઈ ધર્મના મામાએ પોત પ્રકાશ્યું.
મિત્ર સાથે ફોન પર વાત કરી સગીરાના ફોટો, અને મોબાઈલના સ્ક્રિન શોર્ટ્સ બતાવી અઘટીત માગણી કરી.
WatchGujarat. દશરથ ગામના એક પરિવારે ભરોસો રાખીને સાતેક વર્ષથી ઘરમાં રાખેલા શખ્સે સગીર દિકરી પર નજર બગાડતાં ભારે ચકચાર મચી જવા પામી છે. મિત્ર સાથે વાતો કરતી સગીરાના ફોટો પાડીને તેમજ તેની ચેટીંગના સ્ક્રિન શોર્ટ્સ બતાવી, હવસનો શિકાર બનાવવાનો મનસૂબો ધરાવતાં ધર્મના મામાની પોલીસે અટકાયત કરી લીધી છે. #Vadodara
દશરથ ગામના એક શખ્સે પોતાના 27 વર્ષિય મિત્ર દલબીર ચૌહાણને પોતાના ઘરે આશરો આપ્યો હતો. છેલ્લાં 7 વર્ષોથી દલબીર પતિ – પત્ની અને પુત્રીના પરિવાર સાથે પરિવારજનની માફક જ રહેતો હતો. તેણે મિત્રની પત્નીને ધર્મની બહેન માની હતી જેથી તેમની સગીર દીકરી દલબીરને મામા કહીને જ બોલાવતી હતી. રીક્ષા વેચાઈ જવાથી બેકાર થઈ ગયેલા દલબીરને આસરો મળ્યો તેમજ ખાનગી કંપનીમાં નોકરી કરતો પણ થયો હતો.
તાજેતરમાં પતિ – પત્નીને કામઅર્થે બહાર જવાનું થતાં ધર્મના મામાને ભરોસે તેઓ દિકરીને મુકીને ગયા હતાં. દરમિયાનમાં સગીરા ફોન પર તેના મિત્ર સાથે વાતો કરી રહી હતી. એના ફોટોગ્રાફ્સ દલબીરે પાડી લીધા હતાં. આ ઉપરાંત, તેણે અગાઉથી સગીરાના મોબાઈલના ચેટિંગ સહિતની વિગતોના સ્ક્રિન શોર્ટ્સ પણ લઈ લીધા હતાં. #Vadodara
સગીર ભાણી પર નજર બગાડનાર ધર્મના મામા દલબીરે તક મળતાં જ મોબાઈલમાં રહેતાં ફોટોગ્રાફ્સ અને સ્ક્રિન શોર્ટ્સ બતાવી સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ બધું તેના માતા – પિતાને બતાવી દઈશ તેવી ધમકી આપી તેણે અઘટીત માગણી કરી હતી. તેમજ સગીરાને બાહુપાશમાં જકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાએ હિંમતભેર ધર્મના મામાને હડસેલી દીધા હતાં અને તે પાડોશીના ઘરે જતી રહી હતી.
બનાવ અંગે જાણ થતાં સગીરાના માતા – પિતા દ્વારા આ મામલે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં, પોલીસે દલબીરની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
More #Dashrath Village #Uncle #Girl #FIR #Vadodara News
7 વર્ષથી દલબીર ચૌહાણ મિત્રના ઘરે રહેતો હતો અને મિત્રની પત્નીને ધર્મની બહેન બનાવી હતી.
પરિવારજન જેવા દલબીર ચૌહાણને સગીરા મામા કહીને જ બોલાવતી હતી.
મિત્ર સાથે ફોન પર વાત કરી સગીરાના ફોટો, અને મોબાઈલના સ્ક્રિન શોર્ટ્સ બતાવી અઘટીત માગણી કરી.
WatchGujarat.દશરથ ગામના એક પરિવારે ભરોસો રાખીને સાતેક વર્ષથી ઘરમાં રાખેલા શખ્સે સગીર દિકરી પર નજર બગાડતાં ભારે ચકચાર મચી જવા પામી છે. મિત્ર સાથે વાતો કરતી સગીરાના ફોટો પાડીને તેમજ તેની ચેટીંગના સ્ક્રિન શોર્ટ્સ બતાવી, હવસનો શિકાર બનાવવાનો મનસૂબો ધરાવતાં ધર્મના મામાની પોલીસે અટકાયત કરી લીધી છે. #Vadodara