• વેક્સીનેશનની પૂર્વતૈયારીઓ અને સુચારૂ વ્યવસ્થા ગોઠવવા કલેક્ટર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક મળી
  • વેક્સીનેશનમાં અધિકારી-કર્મચારી અને જુદાં-જુદાં વિભાગની ભૂમિકા અંગે વિશદ ચર્ચા
કોવિડ- 19 વેક્સીનેશન માટે વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર સુસજ્જ
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ

WatchGujarat. કોવિડ-19 વેક્સીનેશન માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના નેતૃત્વમાં સજ્જ બન્યું છે. વેક્સીનેશનની કામગીરી માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા અને રસીકરણની પૂર્વતૈયારી અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળી હતી.

કોવીડ-19 ની રસીકરણ વખતે સંભવિત ઉપસ્થિત થનાર પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા-તાલુકા સ્તરે કંન્ટ્રોલ રૂમ શરૂ કરવાની વિગતો આપતા જિલ્લા આરોગ્ય અધિકારી  ઉદય ટીલાવતે રસીકરણને લઈને સંભંવિત ફેલાનાર અફવાઓથી દૂર રહેવા, લોકોને સાચી જાણકારી મળી રહે અને રસીકરણ વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે ધર્મગુરૂઓ, સાક્ષરો, અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. #કોવિડ- 19

ઉપરાંત જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સરકારી શાળામાં ઉપલબ્ધ ઓરડાઓ અને પ્રાથમિક સુવિધા અંગે મોજણી કરી રિપોર્ટ આપવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. સાથે જ રસીકરણની કામગીરીમાં અધિકારી-કર્મચારી, સરકારના જુદાં-જુદાં વિભાગ અને સામાજિક-સેવાકીય સંસ્થાની ભૂમિકા અંગે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં આરોગ્ય, પોલીસ, સિવિલ સપ્લાય,પંચાયત, સામાજિક-સેવાકીય સંસ્થાઓના અધિકારી-પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

More #કોવિડ- 19 #Vadodara #district #administration #prepared #Covid #vaccination #Collector #Smt. Shalini Agrawal #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud