• રિપોર્ટરનું આઇ કાર્ડ આપી કહ્યું, સરકારી કર્મચારીઓ આનાથી ડરશે અને પૈસા આપશે
  • સત્યના શિખરે નામના સાપ્તાહિક તંત્રી કિશન રાજપૂત સામે મહિલાની ફરિયાદ
  • પોલીસે સત્યના શિખરેના તંત્રીની ધરપકડ કરી કોરોનાની તજવીજ હાથ ધરી

WatchGujarat. આણંદ જિલ્લાની બ્યૂરો ચીફ બનાવવાની અને જુના કેસમાં ફસાયેલા પૈસા પરત અપાવવાની લાલચ આપી મહિલા પાસેથી 1.15 લાખ પડાવનાર “સત્યના શિખરે” નામના સાપ્તાહિક ન્યૂઝપેપરના તંત્રી કિશન ભોલાભાઈ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કિશનની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ શરૂ કરી છે.

આણંદના બાકરોલમાં હેમાબેન હરીશભાઇ નરસંધાણી ઘરકામ કરે છે. અને પરિવાર સાથે રહે છે. તેમના પતિ રીક્ષા ચલાવે છે. ગત ફેબ્રુઆરી 2020 માં તેમની સોસાયટીના રહીશો સામે છેતરપિંડી કર્યા હોવાની તેમણે ફરિયાદ કરી હતી. મિલન માછી, વિકી રબારી એ એની સાથે તેમણે તબેલો કરવા માટે 10 લાખ રૂપિયા તથા અમિત ભોઇએ તેનું મકાન બનાવવા માટે તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા લખાણ આપી લીધા હોવા બાબતે તેમણે ડીએસપી ઓફિસ આણંદ ખાતે અરજી કરી હતી. જેના આધારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

દરમિયાન આ કેસની જાણ “સત્યના શિખરે” નામના સાપ્તાહિક ન્યૂઝપેપર ચલાવતાં કિશન ભોળાભાઈ રાજપૂતને થતા તેમણે ફેબ્રુઆરી મહિનામાં ફોન કરીને મહિલાને આ ફરિયાદના આરોપીઓ પાસેથી પૈસા પરત અપાવી દેશે તેમ જણાવ્યું હતું. અને તેમને નિઝામપુરા અર્પણ કોમ્પલેક્ષમાં આવેલી “સત્યના શિખરે” ની ઓફિસે આવા જણાવતાં તેઓ 31 ઓગસ્ટે બપોરે તેમના ભાઈ રાજેન્દ્ર પટેલ અને પુત્રની સાથે કિશન રાજપુતની ઓફિસે ગયા હતા. કિશન રાજપૂત પોતે “સત્યના શિખરે” પેપરના તંત્રી છે તેમ વિશ્વાસ અપાવી તેમને પત્રકારનું આઇકાર્ડ બનાવી આપશે. જેથી સરકારી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ડરશે અને પૈસા પણ આપશે તો આઈ કાર્ડ બનાવવું હોય તો 15000 રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું.

ત્યારે મહિલાએ કિશન રાજપૂતને પંદર હજાર રોકડા આપ્યા હતા. ત્યારબાદ કિશને તેમને પ્રેસ રિપોર્ટર નું આઇકાર્ડ બનાવી આપ્યું હતું. અને આજ થી તમારે પ્રેસ રિપોર્ટર તરીકે નોકરી કરવાની છે. અને ફક્ત પોલીસવાળા ના પૈસા ઉઘરાવતા અને રેવન્યુ ખાતાના અધિકારીઓના અંધેર વહીવટના વિડીયો ઉતારી મને મોકલી આપવા કહ્યું હતું. તેમજ તોડ-પાણી કરી કમિશન પેટે 20 ટકા આપશે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ મહિલાને આણંદ જિલ્લા ના બ્યુરો ચીફ તરીકે તમને બનાવીશું તેમ કહી એક લાખ રૂપિયા આપવા જણાવતાં મહિલાએ એક લાખ રૂપિયા તેને આપ્યા હતા. જોકે ત્યાર પછી કિશને તેના અગાઉના કેસમાં ફસાયેલા પૈસા પરત અપાવ્યા ન હતા અને વારંવાર માંગણી કરતા તેણે ગુસ્સે થઈને તમે પોલીસ કેસ કર્યો તો કોર્ટમાં નિકાલ આવે તે પ્રમાણે પૈસા મળશે તેમ જણાવ્યું હતું. આખ઼રે મહિલાએ બ્યુરો ચીફ બનાવવા આપેલ પૈસા પરત માંગતા તેણે પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી. અને તે પોલીસમાં અરજી આપી તો પોલીસમાંથી પૈસા લઇ લેજે તેમ જણાવ્યું હતું. જેથી મહિલાએ ફતેગંજ પોલીસમાં કિશનભાઇ ભોળાભાઈ રાજપૂત (રહે, નિઝામપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કિશનને ઝડપી લઇ વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud