ગત તા. 11 ડીસેમ્બરના રોજ મોડી સાંજથી ગુમ થયો હતો
પિતા સહીત પરિવારજનોએ પોલીસની મદદથી શોધખોળ કરતા મોબાઇલ લોકેશનના આધારે આણંદ પહોંચ્યાં
ફોટોમાં જોવા મળતી વ્યક્તિ દેખાય તો આ મોબાઇલ નંબર પર 9825929474 +91 96386 04250 પર સંપર્ક કરવા watchgujarat.com દ્વારા અપીલ કરવામાં આવે છે.
WatchGujarat. ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ACP તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા અધિકારીનો પુત્ર ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. મોડી સાંજથી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી પરંતુ કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન પોલીસની મદદ લેતા મોબાઇલ લોકેશનના આધારે ટ્રેસ કરતા આણંદ જિલ્લાનુ લોકેશન મળ્યું હતુ. જ્યાં તપાસ કરતા માત્ર મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પરંતુ નિવૃત ACPના પુત્રનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો.
શહેરના વાસણા રોડ બીનાનગર સ્થિત વાઇટ હાઉસમાં પરિવાર સાથે રહેતા નિવૃત ACP મહમંદખલીલ અહેમદ ચૌહાણએ આંકલવ પોલીસ સ્ટેશન ખાતે આપેલી અરજીમાં જણાવ્યું હતુ કે, ગત તા. 11 ડીસેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ તેમનો પુત્ર ખુરમ ઘરેથી નિકળી ગયો હતો. થોડા સમય સુધી તે ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરિવારજનોએ વારંવાર ફોન ઉપર પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વાત થઇ શકી ન હતી. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ ખુરમ મળી આવ્યો ન હતો. જેથી આખરે પોલીસની મદદ લેવામાં આવી હતી.
પોલીસે ખુરમને શોધવા તેના મોબાઇલ નંબરને ટ્રેસ કર્યો હતો. જેમાં તેનુ લાસ્ટ લોકેશન આણંદ જિલ્લાના આંકલવ તાલુકાના આસરમા ગામનુ હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી મોબાઇલ લોકેશનના આધારે સ્થળ પર તપાસ કરતા કોઇ મળી આવ્યું ન હતુ. દરમિયાન આજે વહેલી સવારે નિવૃત ACPના ભાઇએ ખુરમના મોબાઇલ પર ફોન કરતા કોઇ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો. જેની સાથે વાત કરતા જાણવા મળ્યુ હતુ કે, ઉમેટા પોલીસ નજીક લારી પાસે મોબાઇલ પડેલો મળી આવ્યો હતો. જોકે ફોન રીંગ વાગતા જિગ્નેશભાઇ નામના વ્યક્તિએ ફોન ઉપાડી આ માહિતી તેઓને જણાવી હતી.
રહસ્યમ સંજોગોમાં ગુમ થયેલા 40 વર્ષીય ખુરમ ફેફસા અને ડિપવેન થ્રમોસીસ બિમારીથી પીડાઇ રહ્યો હતો. બિમારીના કારણે તે કંટાડીને ઘરેથી નિકળી ગયો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. દેખાવમાં ખુરમનો રંગ ગોરો છે અને આંખો માંજરી છે, તેની લંબાઇ 5ફુટ 10 ઇંચ છે. ઘરેથી નિકળતા સમયે તેણે ભૂરા રંગની ટી-શર્ટ અને ગ્રે રંગનુ ટ્રેક પેન્ટ પહેર્યું હતુ. જોકે લાંબી શોધખોળ બાદ હજી સુધી ખુરમનો કોઇ પત્તો મળ્યો નથી.
અપીલ :- ઉપરોક્ત ફોટોમાં દેખાતી અને વર્ણન વાળી વ્યક્તિ જોવા મળે તો આ નંબર 9825929474 +91 96386 04250 પર સંપર્ક કરવા watchgujarat.com દ્વારા અપીલ કરવામાં આવે છે.

અપીલ:- ઉપરોક્ત ફોટોમાં દેખાતી અને વર્ણન વાળી વ્યક્તિ જોવા મળે તો આ નંબર 9825929474 +91 96386 04250 પર સંપર્ક કરવા watchgujarat.comદ્વારા અપીલ કરવામાં આવે છે.