ટીમ દ્વારા વડોદરામાં આવેલી 77 જેટલી કોવિડ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે
અમદાવાદ અને રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અનેક દર્દીઓએ આગ અકસ્માતને પગલે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો
WatchGujarat. રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના પગલે સરકારે તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર NOC ફરજિયાત કર્યુ હતું. તદઉપરાંત કોવિડ હોસ્પિટલોમાં આગ અકસ્માતની અગાઉ બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મંગળવારે રાજ્ય સરકારની એક વિશેષ ટીમ વડોદરા આવી પહોંચી છે. ટીમ દ્વારા વડોદરામાં આવેલી 77 જેટલી કોવિડ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે.
વડોદરા તથા રાજ્યના શહેરોમાં આવેલી વિવિધ કોવિડ હોસ્પિટલોમાં અલગ - અલગ સમયે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં અમદાવાદ અને રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અનેક દર્દીઓએ આગ અકસ્માતને પગલે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક પછી એક અલગ અલગ શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની ગંભીર નોંધ કોર્ટે પણ લીધી હતી. કોરોના કાળમાં આગ અકસ્માતની ઘટનાઓ સામે આવતા હવે સરકાર સફાળી જાગી હતી.
રાજ્યના મુખ્ય શહેરોમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં મેડિકલ ઇક્વિપમેન્ટ, ફાયર સેફટી, ઇલેક્ટ્રિફિકેશન અને હોસ્પિટલોના સંસાધનોની ફાયર સેફ્ટી ઓડિટ કરવા માટે કમિટી બનાવવામાં આવી હતી. કમિટીમાં અમદાવાદના ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, અમદાવાદ એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ગાંધીનગર ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સના જનરલ મેનેજર, ઇલેક્ટ્રિસિટી ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કમિટીને ચાર સપ્તાહની અંદર વિવિધ મહાનગરપાલિકામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં મેડિકલ ઇક્વિપમેન્ટ, ફાયર સેફટી, ઇલેક્ટ્રિફિકેશન તેમજ મશીનરી વગેરેનું એડિટ કરવા જણાવાયું હતું. જે અંતર્ગત મંગળવારે કમિટીના સભ્યો વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને પશ્ચિમ ઝોનમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાંથી તપાસ શરૂ કર્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં આ કમિટી વડોદરાની 77 જેટલી કોવિડ હોસ્પિટલોમાં ઓડિટ કરી પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.