WatchGujarat. જીએસટી કાયદો અમલમાં આવ્યા બાદ તેનો દુરઉપયોગ થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ યુનિટ વડોદરા ઝોન દ્વારા આંતર રાજ્ય ફેક ઇનવોઇઝ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. કૌભાંડ અંતર્ગત રૂ. 1,101 કરોડના ફેક ઇનવોઇઝ ઇશ્યુ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
જીએસટી વિભાગની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ યુનિટ વડોદરા દ્વારા ડેટા માઇનીંગના આધારે ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધી 206 અલગ અલગ ફેક ફર્મની સંડોવણી સામે આવી છે. અલગ અલગ ફર્મ દેશના 10 જુદા જુદા રાજ્યોમાંથી ઓપરેટ કરવામાં આવી હતી. સમગ્ર તપાસમાં જીએસટી ડિપાર્ટમેન્ટના 23 કમિશ્નરેટ જોડાયા હતા.
તમામ સાથે સંકલન સાધીને સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ યુનિટ વડોદરાને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. અત્યાર સુધીની તપાસમાં રૂ. 1,101 કરોડના ફેક ઇનવોઇઝ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફેક ઇનવોઇઝના આધારે રૂ. 154 કરોડની ફેક ઇનપુટ ક્રેડીટ પાસ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર મામલે પુરાવાઓ એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જીએસટી ડિપાર્ટમેન્ટની કાર્યવાહીને પગલે કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.