100 ગ્રામ Mephedrone ડ્રગ્સ સાથે અમદાવાદના અસલમ પઠાણની ધરપકડ કરવામાં આવી
તંત્ર દ્વારા નશા મુક્તિના અનેક કાર્યક્રમો છત્તાં ડ્રગની હેરાફેરી ચાલું જ છે
શુક્રવારે વહેલી સવારે વડોદરા નજીક આવેલા કરજણ ટોલનાકા પાસેથી પસાર થતી દિલ્હી પાસીંગની ઇનોવા કારને NCB ના અધિકારીઓએ રોકી
કારમાં લઇ જવામાં આવતા ડ્રગ્સનો આગામી સમયમાં અમદાવાદ ખાતે રમાનાર આઇપીએલ મેચ સાથે કોઇ સંબંધ છે કે નહિ તે આગામી સમયમાં તપાસ બાદ સ્પષ્ટ થશે
WatchGujarat. કોરોના કાળમાં પણ ડ્રગ માફીયાઓ બેકાબુ બન્યા છે. અને અલગ અલગ યુક્તિઓ અજમાવીને ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. મુંબઇ થી અમદાવાદ તરફ જતી દિલ્હી પાસીંગની ઇનોવા કારમાં ડ્રગ્સ એન.સી.બી. (નાર્કોટીસ કંટ્રોલ બ્યુરો, અમદાવાદ) એ બાતમીના આધારે કરજણ ટોલનાક પાસે પકડી પાડ્યું હતું. અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દીધી હતી. આશ્ચર્ય વચ્ચે ડ્રગ્સ લઇ જતી કાર આગળ ON VVIP DUTY MUMBAI INDIANS નું સ્ટીકર ચોંટાડવામાં આવ્યું હતું. ટુંકા ગાળામાં આઇપીએલ મેચ શરૂ થનાર છે. આઇપીએલ ક્રિકેટની ટીમના નામનું સ્ટીકર મારીને હેરફેર કરવામાં આવતા ક્રિકેટ અને ડ્રગ્સ સાથે કોઇ સંબંધ છે કે નહિ તે વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.
કોરોના કાળમાં પણ પોલીસે અનેક વખત ડ્રગ પેડલરને પકડ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા નશા મુક્તિના અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. તેમ છત્તાં ડ્રગની હેરાફેરી ચાલું જ છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, શુક્રવારે વહેલી સવારે વડોદરા નજીક આવેલા કરજણ ટોલનાકા પાસેથી પસાર થતી દિલ્હી પાસીંગની ઇનોવા કારને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ રોકી હતી. એન.સી.બી.ના અધિકારીઓએ કારની તલાશી લેતા તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. કાર ટ્રાવેલ્સ પાસીંગની હતી. અને આશ્ચર્ય વચ્ચે કાર પર ON VVIP DUTY MUMBAI INDIANS લખેલું સ્ટીકર મારવામાં આવ્યું હતું.
નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા હાઇવે પરથી પસાર થતી ગાડીને રોકીને તેની પર કાર્યવાહી કરવાને કારણે લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. કારનો ચાલક અમદાવાદનો અસલમ પઠાણ કાર ભાડે રાખીને મુંબઇથી 100 ગ્રામ Mephedrone ડ્રગ્સ લઇ પરત ફરી રહ્યો હતો. તેવામાં કરજણ ટોલનાકા પાસે ઇનોવા કારને રોકી તપાસ કરતા 100 ગ્રામ Mephedrone ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યાં હતા. જો કે, ઓપરેશનમાં જપ્ત તમામ મુદ્દામાલની ગણતરી મોડી સાંજ સુધી ચાલી હતી.
સમગ્ર મામલે માહિતી મેળવવા માટે watchgujarat.com દ્વારા એન.સી.બી.ના અધિકારીનો સંપર્ક કર્યો હતો. તેઓએ કોઇ પણ પ્રકારની માહિતી આપવા અંગે ચુપકીદી સેવી હતી. અને હાલ મામલાની તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું હતું. જોકે રાતે પોણા નવ વાગ્યાની આસપાસ ઉપરોક્ત બનાવની NCB દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આઇપીએલ મેચ બાદ થતી હાઇ પ્રોફાઇલ પેજ – 3 પાર્ટીઓ ચર્ચાનો વિષય બની હતી. આઇપીએલને લઇને અનેક વિવાદો પણ સર્જાયા હતા. હવે તાજેતરમાં નવા વર્ષની આઇપીએલ સીઝનની શરૂઆત થવાને જુજ દિવસો બાકી છે ત્યારે ON VVIP DUTY MUMBAI INDIANS લખેલી કાર માં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનું સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. આગામી દિવસોમાં અમદાવાદ ખાતે આવેલા મોટેરા સ્ટેડીયમ ખાતે આઇપીએલ મેચ રમાડવામાં આવશે. શું કારમાં લઇ જવામાં આવતા ડ્રગ્સનો આગામી સમયમાં અમદાવાદ ખાતે રમાનાર આઇપીએલ મેચ સાથે કોઇ સંબંધ છે કે નહિ તે આગામી સમયમાં ડિપાર્ટમેન્ટની તપાસ બાદ સ્પષ્ટ થશે.