• દેશના પ્રસિદ્ધ નેતાઓ અથવાતો જાણીતી વ્યક્તિઓના નામ અથવા છબી સાથે પતંગો પણ રસીયાઓમાં આકર્ષણ જમાવે
  • કોંગ્રેસ સંબંધિત એક પણ પતંગ ન દેખાતા પતંગ બજારમાં કોંગ્રેસના સુપડા સાફ થયા હોવાનો આભાસ

WatchGujarat. ઉત્તરાયણ પર્વ પર રંગબેરંગી પતંગો અનોખુ આકર્ષણ જમાવે છે. તેવા સમયે દેશના પ્રસિદ્ધ નેતાઓ અથવાતો જાણીતી વ્યક્તિઓના નામ અથવા છબી સાથે પતંગો પણ રસીયાઓમાં આકર્ષણ જમાવે છે. ચાલુ વર્ષે મોદી – યોગી (Modi – Yogi) ના ફોટા વાળી પતંગોએ વડોદરામાં આકર્ષણ જમાવ્યું છે. ઓપી રોડ પર લાગેલા પતંગ બજારમાં કોંગ્રેસ સંબંધિત એક પણ પતંગ ન દેખાતા પતંગ બજારમાં કોંગ્રેસના સુપડા સાફ થયા હોવાનો આભાસ થતો હતો.

ઉત્તરાયણ પર પતંગો આકાશમાં છવાઇ જાય છે. વર્ષ દરમિયાન પ્રસિદ્ધ રહેલા નેતાઓ, કલર, કાર્ટુન, વાળી પતંગો ખરીદવાનો ઉત્સાહ હોય છે. જો કે પતંગ બનવા પરથી કોઇ વ્યક્તિની લોકપ્રિયતાનો અંદાજો ન લગાવી શકાય. પરંતુ લોકપ્રિય નેતાઓ, ફિલ્મસ્ટાર તથા કાર્ટુન સહિતની પતંગો તેમની પ્રસિદ્ધીની સાબિતી કરાવે છે. ચાલુ વર્ષે પતંગોમાં મોદી – યોગી (Modi – Yogi) જ જોવા મળે છે. નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન અને દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતા છે. જ્યારે યોગી આદીત્ય નાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને દેશના સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે.

એટલું જ નહિ તેની સાથે છોટા ભીમ, ચાચા ભતીજા, કોરોના સે બચે જેવા લખાણો વાળી પતંગની પણ ભારે માંગ છે. મોદી – યોગી તેમના સુશાશનને કારણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થયા જ છે. પરંતુ તેમના ફોટો વાળી પતંગની બજારમાં માંગ રહેવાને કારણે તેમની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી હોવાનો અંદાજો લગાડી શકાય છે.

જો કે રાજકારણમાં માત્ર મોદી – અને યોગીના જ ફોટા વાળી પતંગો બજારમાં જોવા મળી હતી. કોંગ્રેસના કોઇ પણ નેતા સંબંધિત પતંગ બનાવી જ નથી તેવું પતંગ બજારમાં ફર્યા બાદ અહેસાસ થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud