ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા કોરોના પોઝીટીવ થયા બાદ સરકારી હોસ્પિટલમાં દાખલ થયા
અગાઉ અનેક રાજકીય હસ્તીઓ કોરોના પોઝીટીવ થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ચુકી છે
ધારાસભ્ય સિવાય હાલ કોઇ રાજકીયનેતા અથવાતો ઉચ્ચ પદાધીકારીઓએ કોરોનાની સારવાર માટે શહેરમાં સરકારી હોસ્પિટલની પસંદગી કરી નથી
વડોદરા. કોરોનાની સારવાર માટે સત્તાપક્ષના હોદ્દેદારો અલગ અલગ પસંદગી કરી રહ્યા છે. ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમણે સરકારની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ગોત્રી મેડીકલ કોલેજમાં સારવાર કરવાનું પસંદ કર્યું હતું. ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણને કોરોના પોઝીટીવ આવતા તેમણે સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલની પસંદગી કરી હતી.
કોરોના વિસ્ફોટ બાદ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં જરૂરી સંસાધનો સાથે સારી સારવાર આપવામાં આવી રહી હોવાના દાવાઓ કરવામાં આવે છે. તાજેતરમાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અને તેના પુત્ર તથા પત્નીને કોરોના પોઝીટીવ આવતા તમામની સારવાર ગોત્રી મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી હતી. ધારાસભ્યના પત્ની અને પુત્ર સારવાર લઇને હાલ હોમ ક્વોરન્ટાઇન છે. જ્યારે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાની હાલ સારવાર ગોત્રી મેડીકલ કોલેજ ખાતે ચાલી રહી છે. દરમિયાન શહેરના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ કોરોના પોઝીટીવ થયા હતા. અને તેમણે પોતાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ પસંદ કરી હતી.
જો કે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા સિવાય અત્યાર સુધી કોઇ પણ રાજકીયનેતા અથવાતો ઉચ્ચ પદાધીકારીઓએ કોરોનાની સારવાર માટે શહેરમાં સરકારી હોસ્પિટલની પસંદગી કરી નથી
કોરોનાની સરકારી હોસ્પિટલમાં સારવાર મફત, ખાનગી હોસ્પિટલનું બીલ તંત્ર ચુકવે
કોરોનાની સરકારી હોસ્પિટલમાં સારવાર મફત કરવામાં આવે છે. જ્યારે ખાનગી હોસ્પિટલ સારવારનું તગડું બીલ ચુકવવું પડે છે. રાજ્યના ધારાસભ્યની ખાનગી હોસ્પિટલમાં મર્યાદિત ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. ત્યારે વડોદરા પાલીકા દ્વારા કોર્પોરેટરોને મેડિકલ બિલના રૂપિયા 5 લાખની મર્યાદામાં રકમ ચુકવવાનો નિર્ણય કર્યો હતો. પાલીકાના 15 જેટલા કોર્પોરેટર કોરોના પોઝીટીવ થયા બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ચુક્યા છે.