બાબુભાઈ પટેલ શહેરમાં ત્રણ ટર્મ કાઉન્સીલર રહ્યા હતાં
તેઓ સંપૂર્ણ વેજીટેરીયન છે, અને મેડીટેશન – એક્સર્સાઈઝનું ચુસ્ત પાલન કરે છે- કેદાર પટેલ
WatchGujarat. અંગ્રેજોના દમનના વિરોધમાં ગાંધીજી સાથે ભારત છોડો આંદોલન સમયે વડોદરામાં મહત્વની ભુમિકા ભજવનાર અને શહેરમાં ત્રણ ટર્મ સુધી કાઉન્સીલર તરીકે ચુંટાનાર બાબુભાઇ કે. પટેલે આજે જીવનના વર્ષોની સદી ફટકારી છે. 100 વર્ષ પુર્ણ કરનાર બાબુભાઇ કે. પટેલ સાથે રહેતા પ્રપોત્ર કેદાર પટેલના જણાવ્યા અનુસાર, તેઓ પહેલાથી સંપુર્ણ વેજીટેરીયન છે. અને તેમના મેડીટેશન અને એક્સરસાઇઝના નિયમોનું સુસ્ત પણે પાલન કરે છે.
જીવનના વર્ષોમાં સદી ફટકારનાર બાબુભાઇ કે. પટેલ સાથે રહેતા પ્રપોત્ર કેદાર પટેલના જણાવ્યા અનુસાર, બાબુભાઇ કે. પટેલનો જન્મ વડોદરામાં 10 ડિસેમ્બર, 1920 ના રોજ થયો હતો. તેમનું ભણતર વડોદરામાં થયું હતું. ત્યાર બાદ વધુ અભ્યાસ માટે અલીગઢ યુનિવર્સીટી સહિતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં લીધું હતું. આજે બાબુભાઇ કે. પટેલ જીવનના વર્ષોમાં 100 વર્ષ પુર્ણ કર્યા છે. અને તેઓએ 101માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
અઢી વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો
બાબુભાઇ કે. પટેલ શહેરમાં ત્રણ ટર્મ સુધી કાઉન્સિલર તરીકે ચુંટાઇને આવ્યા હતા. તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન શહેર પ્રમુખ તરીકે નાનાલાલ ચોક્સી હતી. તેમણે અંગ્રેજોના દમનના વિરોધમાં મહાત્મા ગાંધીજી સાથે જોડાઇને વિરોધ કર્યો હતો. ગાંધીજી દ્વારા ભારત છોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં વડોદરામાંથી બાબુભાઇ કે. પટેલ સહિતના લોકો જોડાયા હતા. અને લોકજાગૃતિ માટે પોસ્ટર બનાવવામાં આવ્યા હતા. વાત તે સમયના શાસકોના ધ્યાને આવી હતી. અને પોસ્ટર બનાવવા પાછળ બાબુભાઇ કે. પટેલની સંડોવણી સામે આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દેશ સેવા કરવા જતા બાબુભાઇ કે. પટેલને અઢી વર્ષ જેટલા સમય સુધી જેલવાસ અથવા નજરકેદ રહેવું પડે તેવી સ્થિતીનું સર્જન થયું હતું.
[caption id="attachment_33018" align="aligncenter" width="962"] ગાંધીજી સાથે આંદોલન દરમિયાન છાપવામાં આવેલી પત્રિકા[/caption]
અમેરીકામાં સિનિયર સીટીઝન માટે કન્વીનીયન્ટ સ્ટોર ખોલ્યો
બાબુભાઇ કે. પટેલ તેમના લગ્ન બાદ તેમની પત્ની સાથે અમેરીકા ગયા હતા. ત્યાં પણ તેઓ સેવાકીય કાર્યોને લઇને સતત સક્રીય રહેતા હતા. અમેરીકામાં વસવાટ દરમિયાન સિનિયર સીટીઝનને રોજીંદા ઉપયોગમાં આવતી ગ્રોસરી ખરીદવા માટે પડતી મુશ્કેલીઓનો મુદ્દે તેમના ધ્યાને આવ્યો હતો. તેમા સમાધાનના રૂપે બાબુભાઇ કે. પટેલે ખાસ સુવિધા વાળો કન્વિનીયન્ટ સ્ટોર શરૂ કર્યા હતા. કન્વીનીયન્ટ સ્ટોરમાં સિનિયર સીટીઝન પોતાની જીવન જરૂરી ગ્રોસરી ખરીદીને પોતાની કાર સુધી લઇ જઇ શકે તેવી માળખાકીય સુવિધા તૈયાર કરવામાં આવી હતી. બાબુભાઇ કે. પટેલના કન્વિનીયન્ટ સ્ટોરને ખુબ જ લોકપ્રિયતા સાંપડી હતી. ત્યાર બાદ તેમને અમેરીકામાં સિનિયર સીટીઝનની જ્યુરીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ટોપ 10માં સ્થાન પામ્યા હતા.
મોટી હોસ્પિટલને ટ્રસ્ટમાં કન્વર્ટ કરી
બાબુભાઇ કે. પટેલની સાથે તેમના પત્ની પણ સેવાકીય કાર્યોમાં જોડાયેલા હતા. તેમના પત્ની ડોક્ટર હતા. અને તેઓ અમેરીકામાં મોટી હોસ્પિટલ ચલાવતા હતા. સમય જતા તેમના દ્વારા મોટી હોસ્પિટલને ટ્રસ્ટમાં કન્વર્ટ કરી દેવામાં આવી હતી. બાબુભાઇ કે. પટેલે તેમના જીવનના ઘણા વર્ષો અમેરીકામાં વિતાવ્યા હતા. હાલ તેઓ વડોદરા ખાતે તેમના પરીવાર સાથે રહી રહ્યા છે. તેમના પરિવારની ચોથી પેઢી તેમની નજર સામે મોટી થઇ રહી છે. #Not out
આજદીન સુધી તેમને નખમાંય રોગ નથી
કેદાર પટેલમા જણાવ્યા અનુસાર, બાબુભાઇ કે. પટેલે જીવનના 100 વર્ષ પુર્ણ કર્યા છે. પરંતુ આજદીન સુધી તેમને નખમાંય રોગ નથી. તેઓ સ્વસ્થ છે. અને 100 વર્ષે પણ તેમની સ્વસ્થતાનું કારણ તેમનું સંપુર્ણ વેજીટેરીયન હોવાનું છે. બાબુભાઇ કે. પટેલ બાળપણથી જ સંપુર્ણ વેજીટેરીયન છે. તેમણે ક્યારે પણ તેના સિવાય કોઇ વિકલ્પને પોતાની થાળીમાં સ્થાન આપ્યું નથી. #Not out
તેમના રોજીંદા કામકાજને ચુસ્ત પણે અનુસરે છે
કેદાર પટેલના જણાવ્યા અનુસાર, બાબુભાઇ કે. પટેલના જીવનમાં 100 વર્ષે પણ સ્વસ્થ રહેવા પાછળનું વધુ એક કારણે તેમના રોજીંદા કામકાજને ચુસ્ત પણે અનુસરવાનું છે. બાબુભાઇ કે. પટેલ રોજ સવારે 5 વાગ્યે ઉઠે છે. ત્યાર બાદ હળવી એક્સરસાઇઝ અને મેડીટેશન કરે છે. ત્યાર બાદ સુઇ જાય છે. બપોરે ઉઠીને જમ્યા બાદ તેઓ સાંજ સુધી વાંચન અથવાતો ટીવી ઓનલાઇન કાર્યક્રમો નિહાળે છે.
More #Babubhai Patel #Councilor #100 Birthday #Not out #Mahatma gandhiji #Vadodara News