• દેહ દાનમાં મળેલા અન્ય અંગો દિલ્હી, મુંબઈ પહોંચાડવાની વ્યવસ્થા પણ વડોદરા પોલીસે કરી
  • ટ્રાફિક પોલીસે વડોદરાથી અમદાવાદ સુધી 130 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવ્યો

#Vadodara - બાળકીના દેહદાન બાદ સાત ઓર્ગન ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ પહોંચાડાયા, 129 કિમીનું અંતર માત્ર 85 મીનીટમાં પૂરૂ કર્યુ

WatchGujarat. હાલોલમાં તબિયત લથડતા મૃત્યુ પામેલી 17 વર્ષીય બાળકીના 7 ઓર્ગન અમદાવાદ ખાતે ગ્રીન કોરિડોર બનાવી પહોંચાડવામાં આવ્યા હતા. જેથી વડોરાના દેહદાતાના અંગો અમદાવાદ કિડની હોસ્પિટલમાં રહેલા દર્દી સુધી સમયસર પહોંચાડવામાં આવ્યા હતા. ઓર્ગન ડોનેશ માટે વડોદરાની ખાનગી હોસ્પિટલના ડોકટરોએ શહેર ટ્રાફિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. શહેર ટ્રાફિક પોલીસે વડોદરાથી અમદાવાદ સુધી 130 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો.

હાલોલના રહેવાસી નીરજભાઈ શાહ અને તેમની પત્ની સલુન ચલાવે છે. અને તેમને સંતાનમાં 17 વર્ષની પુત્રી નંદની હાલોલ ખાતે 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને પુત્ર જય ધોરણ 10માં ભણે છે. 17 વર્ષની પુત્રી નંદનીની 18 તારીખે રાત્રે તબિયત લથડતાં સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારજનોએ તબીબોના સંકલનથી દીકરીના 7 ઓર્ગન ડોનેટ કરવા મંજૂરી આપી હતી.

પરિવારજનો તરફથી લીલી ઝંડી મળતા હોસ્પિટલના સત્તાધીશોએ બાળકીના ઓર્ગન અમદાવાદ મુંબઈ અને દિલ્હી પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. ઓર્ગન ડોનેશનની પ્રક્રિયામાં સમયમર્યાદા ખુબ જ મહત્વની ભુમિકા ભજવતી હોય છે.

17 વર્ષિય નંદીનીના ફેફસા મુંબઈની હોસ્પિટલ ખાતે વિમાનમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જયારે હાર્ટ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફ્લાઈટ મારફતે મોકલવામાં આવશે. તેમજ બે કિડની, બે આંખો અને લીવર અમદાવાદની આઈ .કે. ડી. હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર તૈયાર કરી લઈ જવામાં આવ્યા હતા.

#Vadodara - બાળકીના દેહદાન બાદ સાત ઓર્ગન ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ પહોંચાડાયા, 129 કિમીનું અંતર માત્ર 85 મીનીટમાં પૂરૂ કર્યુ

ઓર્ગન સમયમર્યાદામાં પહોંચાડવાના હોવાથી હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રાફીકના નિયમન માટે શહેર પોલીસ સાથે સંકલન સાધ્યું હતું. પોલીસ વિભાગે તાત્કાલીક ટ્રાફીક કર્મીઓની ટીમ બનાવીનો ગ્રીન કોરીડોર તૈયાર કરાવ્યો હતો. ટ્રાફિક પોલીસે સતત પાયલોટિંગ કરી કરીને 129 કિલોમીટરનું અંતર માત્ર 85 મીનીટમાં પૂરૂ કરીને ઓર્ગન સલામત અમદાવાદની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રણ વખત વડોદરા પોલીસે ગ્રીન કોરિડોર ઉભો કરી અમદાવાદ ખાતે ઓર્ગન પહોંચાડ્યા હતા. ઓર્ગન પહોંચાડવામાં સમયમર્યાદા મહત્વની ભુમિકા ભજવતી હોવાને કારણે પોલીસ સાથે સંકલન સાધવું જરૂરી બને છે. આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવતી હોય છે.

મારા પહેલા મારી દિકરીના અંગ ડોનેટ કરવાનો વારો આવ્યો – માતા

નંદનીની માતાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભવિષ્યમાં મારે અંગ ડોનેટ કરવાની ઈચ્છા હતી. પરંતુ તે પહેલા મારે મારી દીકરીના અંગ ડોનેટ કરવાનો વારો આવ્યો છે. દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી અને તેને ભવિષ્યમાં મેક-અપ આર્ટીસ્ટ બનવું હતું. જે ઇચ્છા હવે અધૂરી રહી ગઈ છે.

#Vadodara - બાળકીના દેહદાન બાદ સાત ઓર્ગન ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ પહોંચાડાયા, 129 કિમીનું અંતર માત્ર 85 મીનીટમાં પૂરૂ કર્યુ

ગ્રીન કોરિડોર એટલે VVIP બંદોબસ્ત

ઓર્ગન ડોનેટ માટે પોલીસે ટ્રાફિકની એક ટીમ તૈયાર કરી અમદાવાદની કિડની હોસ્પિટલ સુધી 130 કિ.મીનો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. જેના માધ્યમથી પોલીસની ટીમ અમદાવાદની કિડની હોસ્પિટલ સુધી ઓર્ગન પહોંચાડવા ગઇ હતી. ગ્રીન કોરિડોર એક VVIP બંદોબસ્ત છે. જેમાં રૂટ પરના તમામ ટ્રાફિકને ડાઇવર્ઝન આપી ગાડી ક્યાંય ના રોકાય તેવો કોરિડોર બનાવાય છે.

હોસ્પિટલથી વડોદરા એરપોર્ટ સુધીનો 7 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવ્યો

શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા બાળકીના ઓર્ગન ડોનેટ કરવા માટે શહેર પોલીસની ટીમ છેલ્લા 48 કલાકથી બે ખાનગી હોસ્પિટલના તબીબો સાથે સંપર્કમાં હતી. ગુરૂવારે બપોરે 12:30 કલાકે બાળકના ઓર્ગન હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચાડી ફ્લાઇટ મારફતે દિલ્હી મોકલવાના હતા. વાઘોડીયા રોડ હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો 7 કિ.મી.ના વિસ્તારમાં પોલીસે ટ્રાફિક મેનેજમેન્ટ કર્યુ હતું. પોલીસે બે વખત ગ્રીન કોરિડોર બનાવ્યો એક 12:30 બનાવી દીધો અને બીજો ત્યાર બાદ હવે 1 કલાકની અંદર ગ્રીન કોરિડોર બનાવી બીજા ઓર્ગન હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચાડ્યો. ઓર્ગનને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 8 મિનિટનો સમય લાગ્યો હતો.

 

More #Organ #donation #Transportation #police-created #ગ્રીન કોરિડોર #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud