• બે દિવસ અગાઉ વડુ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ પીકઅપમાં દારૂની હેરાફેરી કરતા પ્રોબેશનર આઇપીએસના હાથે ઝડપાયો હતો.
  • આ વખત પણ તેણે પોલીસે રોકતા પોતાનુ આઇ કાર્ડ બતાવી પોલીસ હોવાની ઓળખ આપી હતી.
  • પીકઅપમાં તપાસ કરતા તેની પાસેથી વિદેશ અને બિયર જથ્થો મળી આવતા અટકાયત કરવામાં આવી હતી.
  • કોન્સ્ટેબલનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી

#Vadodara - દારૂની હેરાફેરી કરનાર કોન્સ્ટેબલને IPS અધિકારીએ રોકતા આઇ કાર્ડ બતાવી કહ્યું પહેલા પણ મને પોલીસે જવા દીધો છે

WatchGujarat. દારૂની હેરાફેરી થતી અટકાવી એ પોલીસની ફરજ છે. પરંતુ જ્યારે પોલીસ જ બુટલેગર માટે દારૂની હેરાફેરી કરે ત્યારે તેણે કોઇ પકડી શકશે તેવો વહેમ વડુ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના મનમાં ઘર કરી ગયો હતો. જોકે કોન્સ્ટેબલનો આ વહેમ વાઘોડીયાના પ્રોબેશનર આઇ.પી.એસએ કાઢી નાખી તેની ધરપકડ કરી હતી. #IPS
વડોદરા ગ્રામ્યના વડુ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતો કોન્સ્ટેબલ હરસીંગ રાઠવા છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરવાતો હતો.

પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં રૂપિયાની રોકડી કરવા માટે હરસિંગ પોતે ગાડી ચલાવી દારૂની હેરાફેરી કરતો હતો. હરસિંગની આ કરતુતો અંગે વાઘોડીયાના પ્રોબેશનર આઇ.પી.એસ જગદીશ બાંગરવાના કાને પડી હતી. તેવામાં વાઘોડીયા કેનાલ સ્થિત વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે પીકઅપને અટકાવવામાં આવી હતી. #IPS

પીકવાનનો ચાલક બીજો કોઇ નહીં પરંતુ વડુ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હતો. આ સમયે પણ તેણે પોલીસ અધિકારીને પોતાનુ આઇ કાર્ડ બતાવી પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસ અધિકારીને ચોક્કસ બાતમી હતી, જેથી પીકઅપમાં તપાસ કરતા રૂ. 1.70 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો મળી આવતા અધિકારીએ તેની અટકાયત કરવાનુ પોલીસ કર્મીઓને જણાવતા હરસિંગે કહ્યું અગાઉ છોટાઉદેપુર ખાતે પણ મને પકડ્યો હતો પણ મેં આઇ કાર્ડ બતાવતા પોલીસ હોવાથી તેમણે મને જવા દીધો હતો. ખેપીયા કોન્સ્ટેબલની આ વાત સાંભળી પોલીસ અધિકારી એકના બેના થયા અને આખરે કોન્સ્ટેબલને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પહેલી જ વખતમાં જો પોલીસ કર્મીઓએ કર્તવ્યનુ પાલન કરી કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરી હોત તો આ પ્રકારનુ ક્રુત્ય કરવાની હિમ્મત તેણે બીજી વખત ન દાખવી હોત.

More #Vadodara #police #constable #caught #bootlegging #by young #IPS #officer #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud