બે યુવાનોને ઈજા પહોંચી એકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
WatchGujarat. વડોદરાના આજવારોડ પર ભરવાડોએ ઉઘરાણી બાબતે ગાળો ભાંડી હુમલો કરતાં બે યુવાનોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત એક યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથધરી છે. #Vadodara
વડોદરામાં પુનઃ એક વખત વ્યાજખોરોએ માથું ઉંચકયું
ઊંચા વ્યાજે રૂપિયા ધીરતા ભરવાડોએ ઉઘરાણી બાબતે હિંસક હુમલો કર્યો હોવાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે. અગાઉના પોલીસ કમિશ્નરે વ્યાજખોરો સામે શરૂ કરેલી ઝુંબેશને કારણે થોડા સમય પૂરતો આવા તત્ત્વો ઉપર અંકુશ આવ્યો હતો. પરંતુ પોલીસ કમિશનર બદલાતાં જ આવા તત્ત્વો ફરીથી બેફામ બન્યા છે. #Vadodara
વ્યાજ સહિત રૂપિયા પરત કરી દીધા હોવા છતાં લાકડીઓ અને મારક હથિયારો વડે હુમલો
વડોદરાના આજવા રોડ પૂનમનગર ખાતે રહેતા આનંદભાઈ અતુલભાઈ સરાણિયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મિત્ર દીપકે ભરવાડો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.જે વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં લાકડીઓ અને મારક હથિયારો લઈને રવિ ઉર્ફે લાલો ભરવાડ , બેચર ભરવાડ , જમ્મુ ભરવાડ , સવો ભરવાડ રહે.ચાચા નહેરુનગર , આજવા રોડ ઝઘડો કરવા આવ્યા હતા.ગમે તેમ ગાળો બોલી હુમલો કર્યો હતો.એ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા આનંદભાઈને ભરવાડોએ લાકડીઓ અને મારક હથિયારો મારી હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયેલા આનંદભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે બાપોદ પોલીસે હુમલાખોર ભરવાડો સામે ગુનો નોંધી કાર્યવાહી સારવાર હાથ ધરી છે.
More #Private #Loan #interest #case get #Worse attack #Police #complaint filled #Gujaratinews #Vadodara #WatchGujarat