• વડોદરાના ખેડૂતો કરી શકશે ડિજિટલ પેમેન્ટ: ખાતર ખરીદતી વખતે બેન્કમાંથી પૈસા ઉપાડવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ
  • ખેતીવાડી વિભાગ (વિસ્તરણ)ની મિશન મોડ પર કામગીરીથી જિલ્લાના 238 ખાતર વિતરકોના QR કોડ જનરેટ કરવામાં આવ્યા
  • નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી સી.એન પટેલની કામગીરીની નોંધ લઈ સન્માનિત કરવામાં આવ્યા

Digital ક્રાંતિ - સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરના વિતરકોના QR કોડ જનરેટ કરવામાં રાજયભરમાં વડોદરા જિલ્લો પ્રથમ

WatchGujarat. સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરના વિતરકોના QRકોડ જનરેટ કરવામાં રાજયભરમાં વડોદરા જિલ્લો પ્રથમ રહ્યો છે. જેથી હવે વડોદરાના જિલ્લાના ખેડૂતો પણ રાસાણિક ખાતરની ખરીદી વખતે બેન્કમાંથી પૈસા ઉપાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. વડોદરા જિલ્લાના તમામ 238 સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરના વિતરકોના ક્યૂ આર કોડ જનરેટ થઈ જવાથી ખેડૂતો સરળતાથી ઈ-પેમેન્ટ કરી ખાતરની ખરીદી કરી શકશે. #Digital

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સી.એન. પટેલની આગેવાનીમાં સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરના વિતરકોના QRકોડ જનરેટ કરવાની ઓગસ્ટ-2020માં મિશન મોડ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી હતી. જેની વડોદરા વિભાગના સંયુક્ત ખેતી નિયામક એમ.એમ. પટેલે નોંધ લઈ કેવડીયા ખાતે આયોજિત તાલીમમાં રાસાયણિક ખાતરના વિતરકોના QRકોડ જનરેટ કરવામાં રાજયભરમાં વડોદરા જિલ્લો પ્રથમ રહેવા બદલ અને 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપનાર નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સી.એન. પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. #Digital

સી.એન. પટેલ કહે છે કે, સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરના વિતરકોના QRકોડ જનરેટ કરવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી હતી. આ માટે જિલ્લાના દરેક તાલુકા ખાતે ખાતરના વિતરકો સાથે બેઠક કરી અને સરકારી-ખાનગી બેન્ક સાથે કેમ્પનુ આયોજન કર્યુ હતુ. જેથી આટલી ઝડપથી ક્યૂ આર કોડ જનરેટ કરવાની કામગીરી થઈ શકી હતી. જેનો ફાયદો હવે ખેડૂતોને થશે. આ પહેલાં ખેડૂતોને ખાતરની ખરીદી વખતે પૈસા ઉપાડવા માટે બેન્કમાં જવુ પડતું હતું. જે હવે સીધા જ ડિજિટલ પેમેન્ટ કરી શકશે. સાથો સાથ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન પણ મળશે. સાથે જ શ્રી પટેલે ખાતરના વિતરકોના QRકોડ જનરેટ કરવામાં સહયોગ આપનાર ગુજકોમાસોલ અને સહકારી સંસ્થાઓ આભાર પ્રગટ કર્યો હતો.

More #QR code #payment #Digital #Vadodara #First #In State #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud