ઘણા સમયથી શહેરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચલાવતા બુટલેગરો પર તવાઇ
31 ડીસેમ્બર પહેલા સ્ટોક કરેલો દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલે જપ્ત કર્યો
ગોરવા, પાણીગેટ, વારસીયા સહીત શહેરના જુદા જુદા 6 સ્થળે સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા
3 સ્થળેથી દારૂનો જથ્થો મળ્યો સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહી ચાલુ
WatchGujarat. શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં હતા. ત્યારે આગામી 31 ડીસેમ્બરની ઉજવણીને લઇ બુટલેગરો દ્વારા વિપુલ માત્રામાં દારૂનો સ્ટોક કરવાનુ શરૂ કર્યું હતુ. તેવામાં 31 ડીસેમ્બર પહેલા જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા શહેરમાં 6 જેટલા સ્થળોએ સામૂહિક દરોડા પાડી દારૂ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
31 ડીસેમ્બર પહેલા શહેરના બુટલેગરો દ્વારા દારૂનો સ્ટોક કરવાની તૈયારી શરૂ કરી હતી. શહેર પોલીસની રહેમ નજર હેઠળ લાંબા સમયથી ઠેર ઠેર દારૂનો વેપલો બેફામ ચાલી રહ્યો છે. શહેરમાં ખુલ્લેઆમ દારૂનુ વેચાણ થતો હોવાના અનેક અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન સમગ્ર મામલો જાણે સ્ટેટ મોનિટરીંગ સેલના ધ્યાન આવ્યો હોય એમ શહેરમાં જુદા જુદા 6 સ્થળે સામુહિક દરોડા પાડી દારૂ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. #Breaking
સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા આ રીતે સામુહિક દરોડા પાડતા શહેર પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે શહેરના ગોરવા, પાણીગેટ સહીત 6 જેટલા જુદા જુદા સ્થળે સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડા પાડી વડોદરા પોલીસ બુટલેગરોને છાવરતી હોવાની હકિકત સામે આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાની કાર્યાવાહી હાલ ચાલુ રહીં હોવાથી કેટલી કિંમતનો દારૂ સહીતનો મુદ્દામાલ ઝડપાયો છે તે જાણવા મળ્યું નથી. જોકે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગોરવા સ્થિત દશા માતા મંદિર પાસે ચાલતા દારૂના સ્ટેન્ડ પરથી દારૂની પેટીઓ સ્ટેટ મોનિટરીંગની ટીમે જપ્ત કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. #Breaking
વારસીયા વિસ્તારમાંથી સ્ટેસ વિજીલન્સની ટીમને માત્ર રૂ. 282 નો દેશી દારુ મળ્યો હતો.
More #Breaking #Vadodara #State #monitoring cell #Raid local #bootleggers #WatchGujarat