તાજેતરમાં મહિસાગર નદીકાંઠા વિસ્તારમાં પટ પર ફીણ તરતું જોવા મળ્યું હતુ
જે ગતિએ શહેરની આસપાસના વિસ્તારમાં પ્રદુષણ વધી રહ્યું છે, તે જોતા આવનાર સમયમાં શહેર પર જળસંકટ આવી શકે છે
જીપીસીબી દ્વારા માત્ર નામની કાર્યવાહી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે
પ્રદુષણખોરો બેફામ બની શહેરની આસપાસના જળસ્ત્રોતોને મારી રહ્યા છે
WatchGujarat. વડોદરાની આસપાસ આવેલી ઇન્ડસ્ટ્રીઝ પ્રદુષણ ફેલાવવા મામલે દિવસેને દિવસે વધુ બેકાબુ બની રહી હોય તેવી ઘટનાઓ આવી રહી છે. સોમવારે વાઘોડિયા હાઇવે ચોકડી પાસે લીલા કલરનું પ્રવાહી રેલાયું હતું. તેની આસપાસ ઔદ્યોગિક કચરાનો નિકાલ કરાયો હોય તેવી ગુણો પણ જોવા મળી હતી. સમગ્ર વાત પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિના ધ્યાને આવતા તેમણે તાત્કાલીક જીપીસીબીના મામલે માહિતી આપી હતી. #વાઘોડીયા
મધ્યગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો વડોદરાની આસપાસના વિસ્તારમાં આવેલા છે. છેલ્લા કેટલાય દિવસથી જળ સ્ત્રોતોમાં ઔદ્યોગિક કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાની ઘટનાઓ સામે આવી હતી. જંબુસર ખાતે આવેલી મહિસાગર નદીની એસ્ચ્યુરીમાં વર્ષોથી ઔદ્યોગિક ટ્રીટેડ એફ્લુએન્ટ બેરોકટોક ઠાલવવામાં આવે છે. તાજેતરમાં પાદરા નજીકથી પસાર થતી મહિસાગર નદીના કાંઠા વિસ્તારમાં ફીણ તરતુ જોવા મળ્યું હતું. બે દિવસ પહેલા વિશ્વામિત્રી નદીમાં એસીડ ઠાલવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આમ, એક પછી એક વિવિધ જગ્યાઓ પર રીતે પ્રદુષિત કચરાનો બેફામ નિકાલ કરવામાં આવતો હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે.
સોમવારે વાઘોડિયા નેશનલ હાઇવે ચાર રસ્તા, હિમાલય પાર્ટી પ્લોટની સામે લીલા કલરનું પ્રવાહી રેલાયું હતું. અને તેની આસપાસ ઔદ્યોગિક કચરાની ગુણો જોવા મળી હતી. આ અંગેની જાણ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિને થતા તેમણે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. #વાઘોડીયા
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની આસપાસના જળાશયોમાં પ્રદુષણનું પ્રમાણ ગંભીર રીતે વધી રહ્યું છે. દર વખતે જીપીસીબી દ્વારા ઘટનાની જાણ થયા બાદ તપાસ કરાય છે. પરંતુ પ્રદુષણખોરો સામે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો આ જ ગતિએ પ્રદુષણનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવશે તો શહેરપર જળસંકટ સર્જાશે તેવા દિવસો દુર નથી. #વાઘોડીયા
More #Water #pollution #increase #GPCB fail #વાઘોડીયા #Gujaratinews #Vadodara News
તાજેતરમાં મહિસાગર નદીકાંઠા વિસ્તારમાં પટ પર ફીણ તરતું જોવા મળ્યું હતુ
જે ગતિએ શહેરની આસપાસના વિસ્તારમાં પ્રદુષણ વધી રહ્યું છે, તે જોતા આવનાર સમયમાં શહેર પર જળસંકટ આવી શકે છે
જીપીસીબી દ્વારા માત્ર નામની કાર્યવાહી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે
પ્રદુષણખોરો બેફામ બની શહેરની આસપાસના જળસ્ત્રોતોને મારી રહ્યા છે
WatchGujarat.વડોદરાની આસપાસ આવેલી ઇન્ડસ્ટ્રીઝ પ્રદુષણ ફેલાવવા મામલે દિવસેને દિવસે વધુ બેકાબુ બની રહી હોય તેવી ઘટનાઓ આવી રહી છે. સોમવારે વાઘોડિયા હાઇવે ચોકડી પાસે લીલા કલરનું પ્રવાહી રેલાયું હતું. તેની આસપાસ ઔદ્યોગિક કચરાનો નિકાલ કરાયો હોય તેવી ગુણો પણ જોવા મળી હતી. સમગ્ર વાત પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિના ધ્યાને આવતા તેમણે તાત્કાલીક જીપીસીબીના મામલે માહિતી આપી હતી. #વાઘોડીયા