• પોલીસ માસ્ક અંગેના દંડનું ટાર્ગેટ પૂરું કરવા માટે જોર, ઝૂલમ અને જબરદસ્તી કરતી જોવા મળી રહીં છે.
  • કૃણાલ ચાર રસ્તા પાસે માસ્ક દંડની વસુલી કરવા ઉભેલા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના મહિલા કર્મીએ તેઓની કારને રોકી અને માસ્ક ન પહેર્યું હોવાના દંડની માંગણી કરી
  • મારી પર FIR કરી દેશે. મને જેલમાં નાખી દેશે તેવી ધમકી આપવામાં આવી – રવિના બેન
  • માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે માસ્કના દંડ વસુલાતની કામગીરી સામે પોતાની પ્રતિક્રીયા આપી હતી
માસ્ક દંડનો ટાર્ગેટ પુરો કરતી વડોદરા પોલીસની એક શિક્ષિકા પરની જોર, ઝુલમ અને જબરદસ્તી, રડતા રડતા શુ કહ્યું ,જાણો
પ્રતિકાત્મક તસ્વીર

WatchGujarat. વડોદરામાં પોલીસે વર્ષ 2019 માં પૂર અને નવરાત્રી અને લોકડાઉન સમયે બજાવેલી ફરજ ને કારણે શહેરના લોકો મોંફાટ વખાણ કરતા થાકતા ન હતા. પરંતુ હવે એ જ પોલીસ માસ્ક અંગેના દંડનું ટાર્ગેટ પૂરું કરવા માટે જોર, ઝૂલમ અને જબરદસ્તી કરતી જોવા મળી રહીં છે. પોલીસ સ્ટેશન દીઠ માસ્કનો દંડ વસુલવા માટે ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે વાતને નકારી શકાય તેમ નથી. એક પછી એક શહેરમાં બની રહેલી કિસ્સાઓ સામે આવતા પોલીસની છબી તો ખરડાઇ જ રહીં છે પણ માસ્ક દંડનો ટાર્ગેટ પુરો કરતી પોલીસ સામે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના મંગળવાર સાંજની છે, શહેરના ન્યૂ અલ્કાપુરી વિસ્તારમાં રહેતા રવિના બેન (નામ બદલ્યું છે) હોમ ટ્યુશન કરાવે છે. જેથી સાંજના સમયે તેઓ ટ્યુશન પતાવી પતિ સાથે કારમાં ઘરે જઇ રહ્યાં હતા. ક્રમશઃ સરકારની કોવિડની ગાઇડલાઇન મૂજબ માસ્ક પહેરવુ ફરજીયાત છે જે વાત એક શિક્ષિત અને અભણ વ્યક્તિ પણ સારી જાણે અને તેનુ મહત્વ પણ સમજે છે. રવિના બેન અને તેમના પતિ માસ્ક પહેરી કારમાં ઘરે જવા માટે નિકળ્યા હતા. દરમિયાન કૃણાલ ચાર રસ્તા પાસે માસ્ક દંડની વસુલી કરવા ઉભેલા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના મહિલાએ કર્મીએ તેઓની કારને રોકી અને માસ્ક ન પહેર્યું હોવાના દંડની માંગણી કરી હતી . મામલો બિચકતા મહિલા પોલીસ કર્મીએ રવિના બેનને જાહેરમાં જ લાફો મારી દીધો હતો. અને રવિના બેનને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન લઈ જઈ FIR કરવાની ધમકી આપી માફી નામું લખાવ્યું હતું.

ઘરે જઈને બાળકોને ભણાવતી રવિનાબેને watchgujarat.com સાથે વાત કરતા અનેકો વખત રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, હું શિક્ષિકા છું. અને હોમ ટ્યુશન કરવું છું. બુધવારે સાંજે 6 વાગ્યે ગોત્રી વિસ્તારમાં ટ્યુશન પતાવીને હું અને મારા પતિ કારમાં ઘરે જઈ રહ્યા હતા. અમે બંનેએ માસ્ક પહેર્યું હતું. કારમાં અમે વાત કરી રહ્યા હતા. અને વાતો દરમિયાન હું ઈશારા સાથે મારા પતિને કંઈ સમઝાવી રહી હતી. દરમિયાન કૃણાલ ચાર રસ્તા પાસે મારો હાથ મારા મોઢા નજીક હતો. પસાર થતી વેળાએ બંદોબસ્તમાં ઉભેલી મહિલા કર્મીએ અમારી ગાડી રોકી અને મેં માસ્ક નથી પહેર્યું તેમ કહીને દંડની માંગણી કરી હતી. મેં કહ્યું કે, મેં માસ્ક પહેર્યું છે. તો પછી શેનો દંડ ? પોલિસ કર્મીએ કહ્યું કે, તે અમને જોઈને માસ્ક પહેર્યો છે. દંડ તો આપવો જ પડશે.

માસ્ક પહેરવા છતાં, માસ્ક ન પહેરવાના દંડ અંગે મેં પોલીસનો વિરોધ કર્યો. આખરે મારા પતિએ મને માસ્કનો દંડ આપવા માટે કહ્યું હતું. એક તબક્કે હું મેં ના કરેલા ગુનાનો દંડ ભરપાઈ કરવા માટે રાજી પણ થઇ ગઈ હતી. પરંતુ મારી પાસે પાકીટમાં રૂ. 1 હજાર ન હતા. એટલે મેં તેમને મારુ પર્સ બતાવ્યું અને પૈસા ન હોવાનું જણાવ્યું હતું. અમે તો તારી પાસેથી પૈસા લઈશું જ. અમે તારી પર કેસ પણ કરી શકીએ છીએ તેવો વળતો જવાબ મળ્યો . મારા હાથમાં ફોન હતો. પોલીસ કર્મીને લાગ્યું કે, હું તેના દુર્વ્યવહારનું રેકોર્ડિંગ કરી રહી છું. એટલે તેને મારો ફોન ઝુંટવાનો પ્રયાસ કર્યો. એટલામાં મારો ફોન પડી ગયો.

માસ્ક દંડનો ટાર્ગેટ પુરો કરતી વડોદરા પોલીસની એક શિક્ષિકા પરની જોર, ઝુલમ અને જબરદસ્તી, રડતા રડતા શુ કહ્યું ,જાણો
પોલીસ જોડે ઝપાઝપી દરમિયાન મહિલાનો Iphone x ડેમેડ થયો

ફોન પડવાથી મારા ફોનની સ્ક્રીન તૂટી ગઈ છે. મેં તેમને કીધું કે મારો ફોન કેમ ઝુંટાવ્યો. તો જવાબ મળ્યો કે હું તારા કરતા વધારે મોંઘો ફોન વાપરું છું. મારે તારા ફોનની કોઈ જરૂરત નથી. અને પોલીસ કર્મીએ સારા જાહેરમાં મને લાફો ચોળી દીધો.

વગર વાંકે મને જાહેરમાં લાફો મારતા મારા પતિ મારી અને મહિલા પોલીસ વચ્ચે પડીને મને દૂર કરી. ત્યાર બાદ મને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેવામાં આવ્યું. જે પોલીસ મને માસ્ક પહેર્યું હોવા છતાં માસ્ક ન પહેરવાનો દંડ ફટકારે અને તે માટે જાહેરમાં લાફો પણ મારી દે તેનો હું કેટલો ભરોસો કરું.

આખરે મેં ન કરેલા ગુનાની સજા બદલ મારે માફીનામું લખવું પડ્યું

એક મહિલા પોલીસે જાહેરમાં મારી સાથે આવો વર્તાવ કર્યો. જયારે હું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પહોંચીતો બધા પોલીસ વાળા એક થઇ ગયા હતા. મારી પર FIR કરી દેશે. મને જેલમાં નાખી દેશે તેવી ધમકી આપવામાં આવી હતી. મારા પરિવારજનોએ તેવું ન કરવા માટે પોલીસ વાળાઓ સામે હાથ જોડ્યા હતા. આખરે મેં ન કરેલા ગુનાની સજા બદલ મારે માફીનામું લખવું પડ્યું હતું. અને માસ્ક ન પહેરવાના દંડના રૂ. 1 હજાર ભરાવ્યા બાદ જ મને ત્યાંથી છોડવામાં આવી હતી. 6 વાગ્યે હું ટ્યુશન પતાવીને ઘરે જવા નીકળી હતી. સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે 8:45 વાગ્યે હું હેમખેમ ઘરે પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસે વર્ષ 2019 દરમિયાન પુર તથા નવરાત્રી સમયે ખુબ જ સારી કામગીરી કરી હતી. જેને કારણે શહેરનાસીઓ દ્વારા તેમના ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા. કોરોના કાળમાં પણ પોલીસ ફોર્સે તબિબો જેવી જ સઘન કામગીરી બજાવી હતી. પરંતુ માસ્ક અંગેના દંડ વસુલવા માટે જબરદસ્તી ડિપાર્ટમેન્ટના કરેલા કામો પર પાણી ફેરવવા સમાન પગલું સાબિત થશે.

બે દિવસ પહેલા માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ માસ્કના દંડ વસુલવા અંગેની કામગીરીને લઇને સવલો ઉભા કર્યા હતા. અને મામલે તેમની પ્રતિક્રીયા આપતો વિડીયો વાઇરલ થયો હતો. 17 ડિસેમ્બરના રોજ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે તેમના વિસ્તારમાં માસ્ક અંગેના દંડની વસુલાતને લઇને રેન્જ આઇ.જી. તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખી રજુઆત કરી હતી.

માસ્ક દંડનો ટાર્ગેટ પુરો કરતી વડોદરા પોલીસની એક શિક્ષિકા પરની જોર, ઝુલમ અને જબરદસ્તી, રડતા રડતા શુ કહ્યું ,જાણો
પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયા લખેલો પત્ર

મહિલાએ પોલીસ સ્ટેશનમાં માફી નામું લખ્યું છે – PI ચૌધરી

સમગ્ર મામલે લક્ષ્મીપુરા PI ચૌધરીએ જણાવ્યું કે, પોલીસ કર્મીઓ દ્વારા કૃણાલ ચાર રસ્તા પાસેથી માસ્કના નિયમોના પાલનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન કારમાં એક મહિલાએ માસ્ક પહોર્યુ ન હોવાના કારણે તેમને રોકવામાં આવ્યા હતા. અને દંડ ભરપાઇ કરવા જણાવ્યું હતું. દરમિયાન મહિલાએ કર્મી સાથે બોલાચાલી કરતા તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. મહિલાના બાજુમાં બેઠેલા વ્યક્તિએ માસ્ક પહેર્યુ હોવાને કારણે તેમને કંઇ કહેવામાં નથી આવ્યું. મહિલાએ પોલીસ સ્ટેશનમાં માફી નામું લખ્યું છે. જેમાં ફોન પર વાત કરી રહી હોવાને કારણે માસ્ક નીચે હોવાની વાતનો ઉલ્લેખ છે. મહિલાનો ફોન તેના પતિને આપતી વેળાએ નીચે પટકાયો હતો. અને ડેમેજ થયો હતો.

More #માસ્ક #Vadodara #police #mask-fine #female #officer #slap #teacher #political #raised #voice-against #targets #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud