વડોદરા - મહિસાગર નદી પ્રદુષિત
જે પોઇન્ટ પાસે ઠાલવવામાં આવતા ટ્રીટેડ એફ્લુએન્ટમાં નિયત પ્રમાણ કરતા પ્રદુષણની માત્રા વધારે
મહિસાગર નદીમાં પ્રદુષણનું વધતુ પ્રમાણ ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા વધારી શકે છે
[caption id="attachment_14029" align="aligncenter" width="1280"] વડોદરા - મહિસાગર નદી પ્રદુષિત[/caption]
વડોદરા. શહેર પાસે આજવા સરોવર અને મહિસાગર નદી હોવા છતા પણ પીવાની પાણીની સમસ્યા વર્ષમાં અનેક વખત શહેરીજનો ભોગવતા હોય છે. પરંતુ મહિસાગર નદીમાં ચિંતાજનક સ્તરે વધી રહેલા જળ પ્રદુષણને કારણે પાણીની સમસ્યા આવનારા સમયમાં વકરશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. શનિવારે સવારે પાદરાના ડબકા ગામ નજીક મહીસાગર નદીમાં તરતું ફોમ (ફીણ) જોવા મળ્યું હતું.
હવા પ્રદુષણને ધ્યાને રાખીને દિવાળીમાં ફટાકડા ફોડવા કે નહિ તે અંગે અનેક મતમતાંતર જોવા મળી રહ્યા છે. પ્રદુષણને લઇને એનજીટી તથા અન્ય પર્યાવરણ બચાવવાની કામગીરી કરતી સંસ્થાઓ અવાર નવાર લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરતા હોય છે. મધ્ય ગુજરાતમાં વડોદરા તથા આસપાસના વિસ્તારમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. શહેરની આસપાસ મોટા પ્રમાણમાં કેમીકલ ફેક્ટરીઓ આવેલી છે. વીઇસીએલ મારફતે ઉદ્યોગોનું ટ્રીટેડ એફ્લુએન્ટ જે પોઇન્ટ પાસે એસ્ચ્યુરીઝમાં ઠાલવવામાં આવે છે. જો કે જે પોઇન્ટ પાસે ઠાલવવામાં આવતા ટ્રીટેલ એફ્લુએન્ટમાં નિયત માત્રા કરતા અનેકો ઘણા વધારે માત્રા ઘરાવતા પ્રવાહીનો નિકાલ કરવામાં આવતો હોય છે.
https://youtu.be/lN5dv3TPP7Y
પાદરાના ડબકા ગામે મહિસાગર નદી પસાર થઇ રહી છે. મુજપુર (ગંભીરા) બ્રિજથી લગભગ 5 કિલોમીટરના અંતરે મહિસાગર નદીના કિનારા વિસ્તારમાં ફીણ તરતું જોવા મળ્યું હતું. ફીણનો કલર પીળાશ પડતો સફેદ જોવા મળ્યો હતો. કેમીકલ કંપની દ્વારા અત્યંત પ્રદુષીત કચરાનો નિકાલ કર્યા બાદ મહિસાગર નદીમાં આ પ્રકારે સ્લરી તરતી હોવાનું અનુમાન છે. શહેરીજનોને પીવાનું પાણી પુરૂ પાડતી મહિસાગર નદીમાં કેમીકલ યુક્ત ફોમ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિના ધ્યાને આવી હતી.
પર્યાવરણ સુરક્ષા સમિતીના રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જે પોઇન્ટ પાસે છોડવામાં આવતું એફ્લુઅન્ટ સુરક્ષીત નથી. ભરતી સમયે કેમીકલ યુક્ત કચરો સામાન્ય રીતે ખુબ જ ઓછા પ્રમાણમાં સામે આવતો હોય છે. પરંતું આ વખતે અનેક કિમી સુધી ફીણ તરતું જોવા મળ્યું હતું. જે અત્યંત ગંભીર બાબત છે. વાતની જાણ જીપીસીબીના આધિકારીઓને કરાતા તેઓએ સ્થળ પર આવીને સેમ્પલીંગ કર્યું હતું. વડોદરા શહેર નજીક આવેલા મહિસાગર નદી કાંઠા વિસ્તારમાં પ્રદુષણનું પ્રમાણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઉદ્યોગો પ્રદુષણ મામલે બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. સરોદ ખાતે ઠાલવવામાં આવતું ટ્રીટેડ એફ્લુઅન્ટ વાસદ સુધી ના વિસ્તારમાં અસર કરી શકે છે.
(watchgujarat.com ના WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે અહીંયા ક્લિક કરો)