WatchGujarat. ડિસેમ્બર માસમાં પાલીકાની ચુંટણી આવી રહી છે. જેને ધ્યાને રાખીને પ્રમુખ સીઆર પાટીલ દ્વારા વિવિધ શહેરોમાં નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી રહી છે. રવિવારે મોડી સાંજે વડોદરા શહેરના BJP સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. સંગઠનમાં અગાઉ સાઇડ ટ્રેક કરાયેલા અનેક હોદ્દેદારોને સમાવાતા સમર્થકો ગેલમાં આવી ગયા હતા.
તાજેતરમાં ગુજરાતની 8 બેઠકો પર પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં તમાામ બેઠકો પર BJPનો ભવ્ય વિજય થયો હતો. ત્યાર બાદ રાજ્યમાં પાલીકાની ચુંટણી પહેલા સંગઠનના હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. શહેર પ્રમુખ તરીકે ડો વિજય શાહની નિમણુંક થયા બાદ વડોદરા BJPનું માળખું તૈયાર કરવાની શરૂઆત થઇ હતી. તેવામાં રવિવારે સાંજે વડોદરા શહેરના BJP સંગઠનનું નવુ માળખું જાહેર કરાયું હતું. જેમાં અગાઉ સાઇડ ટ્રેક કરાયેલા અગ્રણીઓને સમાવવામાં આવ્યા હતા. જેને કારણે સંગઠનમાં એક સમયે મહત્વની ભુમીકા ભજવનાર અગ્રણીઓના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી સમયમાં યોજાનાર પાલીકાની ચુંટણી સંગઠનના નવા માળખા માટે પરીક્ષા સમાન હશે.
#BJP #Vadodara News