Vadodara
- અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે દફનવિધી પીરામણ ખાતે કરવામાં આવશે
- બુધવારે મોડી સાંજે વડોદરા એરપોર્ટ પર તેમને પાર્થિવ દેહ આવી પહોંચ્યો
- હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગી નેતાઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા
WatchGujarat. કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલન કોરોના પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે દફનવિધી પીરામણ ખાતે કરવામાં આવશે. બુધવારે મોડી સાંજે વડોદરા એરપોર્ટ પર તેમને પાર્થિવ દેહ આવી પહોંચ્યો હતો. હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગી નેતાઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસી અગ્રણી અહેમદ પટેલનું 71 વર્ષની જૈફ વયે સારવાદ દરમિયાન મોત નિપજ્યું હતું. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધી અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ખાતે કરવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા પુર્ણ કરવા માટે તેમનો પાર્થિવ દેહ ફ્લાઇટમાં બુધવારે મોડી સાંજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. મોડી સાંજે હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, સહિતના અનેક કોંગ્રેસી કાર્યકરો એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા. વિશેષ કરીને કોંગ્રેસી કાર્યકરો સેવાદળના યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. વર્ષો અગાઉ કોંગ્રેસમાં સેવાદળ કાર્યરત હતું.
કોંગ્રેસી સેવાદળના કાર્યકરો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
વર્ષો પહેલા કોંગ્રેસ દ્વારા સેવાદળ ચલાવવામાં આવતું હતું. સેવાદળ અનેક પ્રકારના કાર્યક્રમોમાં સક્રિય હતું. જો કે છેલ્લા કેટલાય સમયથી સેવાદળ સક્રિય જોવા મળ્યું ન હતું. અહેમદ પટેલના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લાવતી વેળાએ કોંગ્રેસના સેવાદળના ખાસ પરિવેશમાં હાજર રહ્યા હતા. અને તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપી હતી.
કાર્યકરોને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટેના જિલ્લા – તાલુકાકક્ષાના કાર્યક્રમમાં જોડાવવા અપીલ : અમિત ચાવડા
અહેમદ પટેલના પાર્થિવ દેહ વડોદરા પહોંચે તે પહેલા અનેક ઉચ્ચ કોંગ્રી અગ્રણી એરપોર્ટ બહાર પહોંચ્યા હતા. અમિત ચાવડાએ મિડીયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, કોવિડની ગાઇડલાઇન્સનું તમામ કાર્યકર્તાઓ પાલન કરે. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનાક કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરી હતી.