બ્રેવશી રાજપુત પ્રથમ ફિઝિયોથેરાપિસ્ટ બની અને હવે સૌંદર્યની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવતા નગરજનોમાં ગૌરવ લાગણી ફેલાઈ
ડો. બ્રેવશી રાજપૂતે MISS UNIVERSAL ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને હવે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020માં નોમિનેટ થઇ છે.
[caption id="attachment_29034" align="aligncenter" width="720"] Dr. Brevashi Rajput[/caption]
WatchGujarat. નડિયાદમાં સિક્યુરિટી ગાર્ડ પિતા અને શિક્ષિકા માતાની ડોકટર દીકરીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી બ્રેવશી રાજપુત પ્રથમ ફિઝિયોથેરાપિસ્ટ બની અને હવે સૌંદર્યની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવતા નગરજનોમાં ગૌરવ લાગણી ફેલાઈ છે. ડો. બ્રેવશી રાજપૂતે MISS UNIVERSAL ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને હવે MISS UNIVERSAL ઇન્ડિયન એમ્બેસેડર 2020માં નોમિનેટ થઇ છે.
મિસ પોપ્યુલર 2020નો ખિતાબ પણ જીત્યો
નડિયાદની 23 વર્ષીય ડો.બ્રેવશી રાજપુતે ગુજરાત કક્ષાના મોડેલિંગ ટાઇટલની વિજેતા બની છે. ડો.બ્રેવશી રાજપૂતે MISS UNIVERSAL ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 ટાઇટલ માટે ઓનલાઈન ઓડિશન આપ્યું હતી. આ કોમ્પિટિશનમાં ઓનલાઈન વોટિંગમાં બ્રેવશી સૌથી વધુ વોટ મળ્યા હતા અને ટાઇટલ જીત્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન વોટિંગમાં પણ સૌંદર્ય થકી સૌથી વધુ વોટ મેળવી MISS UNIVERSAL ઇન્ડિયન એમ્બેસેડરનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. ડો.બ્રેવશી રાજપૂત બન્ને સ્પર્ધામાં વિજેતા થતા તેને દિલ્હી ખાતે યોજાનાર MISS UNIVERSAL ઇન્ડિયન એમ્બેસેડર 2020ની સ્પર્ધામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.
બ્રેવશીને સફળતા સુધી પહોંચાડવા માટે તેની 'માસી'ની મહત્વપુર્ણ ભુમિકા
બ્રેવશીની સુંદરતા માટે ને સ્પર્ધામાં ઉતારવાનું કામ તેની માસી એ કર્યુ હતું. માસીએ બ્રેવશીના વીડિયો અને કેટલાક ફોટા MISS UNIVERSAL ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ટાઇટલ કોમ્પિટિશનમાં અપલોડ કર્યા હતા. જેમાં બ્રેવશી સિલેક્ટ થઈ હતી. જોકે આ સૌંદર્ય સ્પર્ધા ભાગ લેતા અગાઉ તેણે ક્યારેય કોઈ ટ્રેનિંગ લીધી નથી. પરંતુ હવે આ નેશનલ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા બનતા નેશનલ ટાઈટલ જીતવા માટે તે યોગ્ય તમામ તૈયારીઓ અને સખત મહેનત શરૂ કરી દીધી છે. આજે પણ માસી તેને સપોર્ટ કરી રહ્યા છે.
[caption id="attachment_29033" align="aligncenter" width="1280"] ડોક્ટર બ્રેવશી રાજપુત[/caption]
મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર ટાઇટલ માટે નોમિનેટ
હવે બ્રેવશી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ટાઇટલ MISS UNIVERSAL ઇન્ડિયન એમ્બેસેડરના ટાઈટલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે નોમિનેટ થઈ છે. દિલ્હી ખાતે આ સ્પર્ધામાં તે ભાગ લેશે અને જો તે આ ટાઇટલ જીતશે તો તેને સિંગાપોર ખાતે ઇન્ટરનેશનલ ટાઇટલમાં ભાગ લેવાનો મોકો મળશે. જોકે હાલ તો ગુજરાત કક્ષાનું ટાઇટલ ડો.બ્રેવશીએ પોતાના કર્યું હોવાને લઈ પરિવારજનોમાં આંનદનો માહોલ છે.
પિતા નડિયાદમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવે છે.
બ્રેવશી રાજપૂતનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે અને નડિયાદમાં સ્થાયી થયો છે. બ્રેવશીના પિતા નડિયાદમાં ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના માતા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા છે. બ્રેવશીના નાના નિવૃત્ત એસઆરપી જવાન છે અને નડિયાદમાં સ્થાયી થયા છે. તેમણે પોતાના ખર્ચે બ્રેવશીને ફિઝિયોથેરાપિસ્ટ બનાવી અને બ્રેવશીના મોડલિંગને પણ સપોર્ટ કરી રહ્યા છે.
More #Miss Universal #Doctor #Brevashi Rajput #Nadiad #Watchgujrat