• સિનિયર સિટિઝનના નામે બોગસ દસ્તાવેજો કરી ભેજાબાજ એજન્ટે બારોબાર ફ્લેટ વેચી દીધો
  • આઇડી પૃફ મંગાવી ફ્લેટના કાગળીયા તૈયાર કર્યા

#Vadodara - પ્રોપર્ટી લે-વેચનું કામ કરતા એજન્ટે વૃદ્ધની જાણ બહાર ઘર વેચ્યું, બનાવટી લોકોને કચેરીમાં હાજર કરી દસ્તાવેજ બનાવ્યા

WatchGujarat. વડોદરાના ભાયલી વિસ્તારમાં ફ્લેટ ધરાવતા સિનિયર સિટિઝનના નામે બોગસ દસ્તાવેજો કરી ભેજાબાજ એજન્ટે બારોબાર ફ્લેટ વેચી દેતા એજન્ટ સહિત ચાર જણા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુનેગારોને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતા 62 વર્ષીય ઓમવીર પ્રભુદયાલ સિંગે ફેક્ટરી ચાલુ કરતા તેઓ પરિવાર સાથે ઉદયપુર શિફ્ટ થયા હતા. જેથી વડોદરાના વાસણા ભાયલી રોડ પર આવેલા વ્રજભૂમિ કોમ્પલેક્ષમાં ફ્લેટ વેચવા માટે ગ્રાહકો શોધતા હતા. આ અંગે તેમણે સમાચાર પત્રોમાં જાહેરાત પણ આપી હતી. જાહેરાત આપ્યા બાદ જતીન જયંતીલાલ પાલા (રહે. રચના રેસીડેન્સી,ન્યુ મેડિકલ કોલેજ સામે,ગોત્રી) નામના એજન્ટે ઓમવીર સિંગનો સંપર્ક કર્યો હતો અને પ્રોપર્ટી કાર્ડ વગર ફ્લેટ વેચાશે નહીં તેમ કહી પ્રોપર્ટી કાર્ડ બનાવવા રૂ 50,000 લીધા હતા.

જૂન મહિનામાં પ્રોપર્ટી કાર્ડ માટે એજન્ટે ઓમવીર સિંગના અને તેમના પત્નીના આધારકાર્ડ પાનકાર્ડ સહિતના દસ્તાવેજ પણ ઓન લાઈન મંગાવ્યા હતા. એજન્ટ પોતે ફ્લેટ ખરીદવા માંગતો હોવાથી ઓમવીર સિંગે તેને ફ્લેટ વેચવાનો ઇનકાર કર્યો હતો. 10 નવેમ્બરે રાહુલ ઠક્કરે ઓમવીર સિંગને ફોન કરી મકાનની ચાવી માંગી હતી.

રાહુલ અમદાવાદના વિશાલ મલકાનને ફ્લેટ વેચવાનો હોવાનું કહેતા ઓમવીર સિંગ અચરજ પામી ગયા હતા. તપાસ કરતાં સાચે ફ્લેટનો સોદો થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી વડોદરા આવી તપાસ કરતા ઓમવીર સિંગ તથા તેમની પત્ની તરીકે બોગસ પુરુષ અને સ્ત્રીને હાજર રાખી અકોટા સબ રજિસ્ટ્રારની કચેરીમાં ફ્લેટનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

ગોત્રી પોલીસે મકાન પડાવી લેવાના કેસમાં બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર એજન્ટ જતીનકુમાર પાલા તથા તેના સાગરીત રાહુલ અશ્વિનભાઈ ઠક્કર (રહે.સોનલ પાર્ક, યશ કોમ્પલેક્ષ સામે,ગોત્રી રોડ) તેમજ અજાણ્યા સ્ત્રી-પુરૂષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

More #Senior Citizen #પ્રોપર્ટી #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud