WatchGujarat. જીએસટી મોબાઈલ સ્કવોડે મધ્યપ્રદેશથી આવતી ગાડીમાં તપાસ કરતા સિગારેટના 15 કાર્ટન મળી આવ્યા હતા. આ માલનો હજી સુધી કોઈએ માલિકી હક્ક - દાવો નહીં કરતા 4 ડિસેમ્બરના રોજ ઓનલાઇન જાહેર હરાજી કરવામાં આવશે.
19 ડિસેમ્બર 2019 ના રોજ મંગલ મહુડી પાસે લીમખેડાથી નજીક દાહોદ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન એક ટેમ્પાના ડોક્યુમેન્ટ તપાસતા બિલ વગરનો સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. બીલ વગર હેરફેર કરાતા સિગારેટના જથ્થાને જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો. સિગારેટના આશરે 15 જેટલા કાર્ટન ટેમ્પામાંથી મળ્યા હતા. આ માલ માટે કોઈ વ્યક્તિ કે વેપારીએ માલિકી હક્ક - દાવો કર્યો હતો. જેથી ટેમ્પો અને માલ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીની કલમ 130 હેઠળ જપ્ત કર્યો હતો. અગાઉ દાવો કરવા માટે સાત દિવસની મહેતલ અપાઇ હતી અને કહ્યું હતું કે જો હકનો દાવો નહીં કરાય તો માલની જાહેર હરાજી કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે, બિલ વગરનો સિગારેટનો જથ્થો મધ્યપ્રદેશથી આવતો હતો. 15 કાર્ટનમાં સિગારેટના 36000 પેકેટ છે. જાહેર હરાજી કરતા અગાઉ વેપારીઓ પાસેથી ભાવ મંગાવીને અધિકારીઓની કમિટીએ સિગારેટના એક પેકેટ મુજબ અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. જેના આધારે જાહેર હરાજી કરાશે હરાજી દ્વારા આવેલા રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવી દેવાશે. જીએસટી મોબાઇલ સ્કવોર્ડ દ્વારા બિલ વગરના માલની હેરફેર પર સઘન દેખરેખ રાખવામાં આવે છે.