• MP ના રતલામ સ્થિત રાજીવ નગરમાં 25 નવેમ્બર 2020ની રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી
  • વડોદરા જેલથી 19 સપ્ટેમ્બર 2019ના રોજ પેરોલ ઉપર આવ્યા બાદ દિલીપ દેવળ ફરાર થઇ ગયો હતો
  • આજે વહેલી સવાલે ચોક્કસ બાતમીના આધારે દિલીપનું એન્કાઉન્ટરમાં થયું મોત
ખુંખાર દિલીપ દેવળ

WatchGujarat. Encounter – મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરીને મધ્યપ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળનું આજે રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. એન્કાઉન્ટર દરમિયાન વળતા હુમલામાં 5 જેટલાં પોલીસકર્મીઓ પણ ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.તમામની હાલ સારવાર ચાલી રહી છે.

મધ્યપ્રદેશ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દિલીપ દેવળ હાઇવે નજીક ખાચરોદ માર્ગ નજીકથી પસાર થઇ રહ્યો છે. બાતમી મળતાં SP ગૌરવ તિવારીના નેતૃત્વમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમ) ટીમે ઘેરાબંધી કરી હતી. ઘેરાઇ ગયેલા દિલીપે બચવા માટે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ જવાબમાં ફાયરિંગ કર્યું હતું. સામ – સામી ફાયરીંગની ઘટનામાં દિલીપનું ઘટના સ્થળે જ મોતને થયું હતું. દિલીપ દ્વારા કરાયેલા ફાયરિંગમાં બે સબ ઈન્સ્પેક્ટર આયુબ ખાન અને અનુરાગ યાદવ અને અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું હતું.

ENCOUNTER - ત્રિપલ મર્ડર સહિત 6 હત્યાનો આરોપી દિલીપ દેવળ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જરૂરી સારવાર આપવા માટે આશ્વાસન આપ્યું

સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમે રોકતા દિલીપે અંધાધુંધ ફાયરીંગ કર્યું

ખુંખાર દિલીપ દેવળના ગુનાઓની ગંભીરતાને ધ્યાને રાખીને MP પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરવામાં આવી હતી. આજે સવારે SIT ની ટીમ દ્વારા તેને ઘેરી લેવામાં આવ્યો હતો. ઘેરાયેલા દિલીપે બચવા માટે પોલીસ પર અંધાધુંધ ફાયરીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે સ્વબચાવમાં ગોળી ચલાવતા દિલીપનું ઢીમ ઢળી ગયું હતું. #Encounter

ENCOUNTER - ત્રિપલ મર્ડર સહિત 6 હત્યાનો આરોપી દિલીપ દેવળ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
ઘાયલ પોલીસ કર્મીઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા

ઓળખીતા વ્યક્તિ સાથે દિલીપ બે વર્ષથી રતલામમાં રહેતો હતો

મુળ દાહોદ તાલુકાના ખરેડી ગામનો રહેવાસી અને બે હત્યાના ગુનામાં થયેલી સજા દરમિયાન બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા બે વર્ષથી દાહોદ સહિત અન્ય તપાસ એજન્સીઓ આ કુખ્યાત ગુનેગારને શોધી રહી હતી. પેરોલ જમ્પ કરીને ભાગેલો દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં પોતાના એક ઓળખીતા વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી રતલામમાં વસવાટ કરી રહ્યો હતો. આ બે વર્ષ દરમિયાન દિલીપ દેવળે થોડા સમય પહેલા પોતાના સાગરીતોની મદદથી એક મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી. જેની તપાસ પોલીસ કરી હતી. #Encounter

25 નવેમ્બરના રોજ એક જ પરિવારના ત્રણ લોકોની બેરહેમી પૂર્વક હત્યા કરી હતી

MP ના રતલામ સ્થિત રાજીવ નગરમાં 25 નવેમ્બર 2020ની રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. દાહોદમાં બે હત્યા બાદ મરે ત્યાં સુધી આજીવન કેદની સજા બાદ પેરોલ જમ્પ કરનારા દાહોદના દિલીપ દેવળ અને અભલોડના લાલા ભાભોર સહિત ચાર લોકોની સંડોવણી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ પોલીસની મદદથી લાલા તેમજ રતલામના અન્ય આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે જ્યારે દિલીપ ફરાર હતો. તપાસ દરમિયાન દિલીપે રતલામમાં દુષ્કર્મ તેમજ અન્ય એક હત્યા પણ કરી હોવાનું સામે આવ્યું હતું. દાહોદ શહેરમાં વર્ષ-2017માં વેપારી મોહનદાસની હત્યામાં પકડાયેલા દાહોદ નજીક આવેલા ખરેડી ગામના રહેવાસી દિલીપ દેવળે દાહોદના રામનગરમાં રહેતા પોતાના મિત્ર વિરલ શેઠની 4 ડિસેમ્બર 2013ના રોજ હત્યા બાદ પોતાના જ ખેતરમાં દાટી દેવાનું ખુલ્યુ હતું. #Encounter

ENCOUNTER - ત્રિપલ મર્ડર સહિત 6 હત્યાનો આરોપી દિલીપ દેવળ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
ઇજાગ્રસ્ત પોલીસ કર્મીની ખબર કાઢવા માટે ઉચ્ચ પોલીસ અધિકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા

વિરલ હત્યા કેસમાં કોર્ટે દિલીપને આજીવન કેદની સજા સંભળાવી હતી

વિરલ હત્યા કેસમાં 30 એપ્રિલ 2019ના રોજ દિલીપને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. વડોદરા જેલથી 19 સપ્ટેમ્બર 2019ના રોજ પેરોલ ઉપર આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. મધ્યપ્રદેશના રતલામમાં આશરો લઇને રાજીવ નગરમાં 25 નવેમ્બર-2020ની રાત્રે ગોવિંદરામ સોલંકી(50), પત્ની શારદા(45) અને દીકરી દિવ્યા(20)ની લૂંટના ઇરાદે તેમના ઘરમાં ઘૂસી ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડાયા

 

watchgujarat #gujaratinews #live #local #news #online #vadodara #dahod #hardcore #criminal #shoot #dead #in #police #encounter #MP #SIT

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud