• વુડા ચાર રસ્તા ખાતે ગતરોજ માસ્ક ચેકિંગની કામગીરી દરમ્યાન ચાલક દ્વારા પોલીસ કર્મી પર હુમલાની ઘટના સામે આવી
  • ગાડી રોકવા માટે ઇશારો કરતા ચાલકે ફિલ્મ સ્ટાઈલમાં પોલીસ કર્મીના પગ સુધી કાર લાવી બ્રેક મારી

 

#Vadodara - તમે ભિખારી છો લૂંટ કરવા માટે ઊભા છો, તેમ કહી કાર ચાલકનો પોલીસ કર્મી પર હુમલો

WatchGujarat. વુડા ચાર રસ્તા ખાતે ગતરોજ માસ્ક ચેકિંગની કામગીરી દરમ્યાન ચાલક દ્વારા પોલીસ કર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. ચાલકને રોકતા તેણે તમે ભિખારી છો લૂંટ કરવા માટે ઊભા છો, તેમ કહી કર્મીનું ગળુ દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલક વિરૂદ્ધ લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સહિત પોલીસ કર્મીઓ સાથે ગતરોજ વુડા ચાર રસ્તા ખાતે માસ્ક ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન 4-30 કલાકે કારમાં સવાર બે વ્યક્તિ પૈકી કાર ચાલકે માસ્ક પહેર્યું ન હોવાથી ગાડી ઉભી રાખવાનો પોલીસે ઈશારો કર્યો હતો.

પોલીસ કર્મીએ ગાડી ઉભી રાખવાનું કહેતા ચાલકે ફિલ્મ સ્ટાઈલમાં પોલીસ કર્મીના પગ સુધી કાર લાવી બ્રેક મારી હતી. ત્યારબાદ કારચાલકે ” તમે ભિખારી છો લૂંટ કરવા માટે ઊભા છો” તેમ કહી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. અને પોલીસ કર્મીની કોલર પકડી જમીન પર પછાડી ગળું દબાવી દીધું હતું. આ ઝપાઝપીમાં પોલીસકર્મીના યુનિફોર્મના શર્ટના બે બટન અને નેમ પ્લેટ તૂટી ગઈ હતી. બનાવના પગલે સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને બળપ્રયોગ કરી કાર ચાલકને પીસીઆર વાનમાં બેસાડ્યો હતો.

પોલીસ તપાસમાંમાં કારચાલક સ્તવન કમલેશભાઈ બારોટ (રહે -વેદાંત શીલા સોસાયટી, અલકાપુરી, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદના આધારે કાર ચાલક વિરૂદ્ધ સરકારી કર્મચારી પર હુમલો, જાહેરનામાનો ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

More #vadodara #police #mask #checking-drive #car-driver #attack #ભિખારી છો #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud