WatchGujarat. અસંખ્ય કાર્યકરોની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીય. આર. પાટીલની વડોદરામાં એન્ટ્રી થઇ હતી. મોટી સંખ્યામાં કાર્યકરો સી. આર. પાટીલના રેલવે સ્ટેશન આવકારવા માટે પહોંચ્યા હતા. રેલવે સ્ટેશનની બહારથી સયાજીગંજ સ્થિત બીજેપી કાર્યાલય સુધી કેસરીયો માહોલ જોવા મળ્યો હતો.
સી. આર. પાટીલના નેતૃત્વમાં ભાજપે પેટા ચુંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે પાલીકાની ચુંટણીઓ આવનાર છે. તેવા સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ શનિવારે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સી. આર. પાટીલ સુરતથી રેલ મુસાફરી કરીને વડોદરા આવ્યા હતા. તેમના આગમન વેળાએ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં વડોદરા ભાજપના નવ નિયુક્ત પદાધીકારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.
https://youtu.be/09luvbpWd9Q
રેલવે સ્ટેશનની લઇને સયાજીગંજ સ્થિત બીજેપી કાર્યાલય સુધીનો કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. કોરોના કાળમાં કદાચ શહેરમાં સૌપ્રથમ આ પ્રકારનો માહોલ સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલ ભાજપ પ્રદેશન પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યા છે. અગાઉ તેઓ કરજણ પેટા ચુંટણી માટે વડોદરા નજીક આવ્યા હતા. સી. આર. પાટીલની મુલાકાત આગામી ચુંટણીની દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે.
More #ભાજપ #BJP #State President #C R Patil #Big Welcom #Supporter #Vadodara News
WatchGujarat.અસંખ્ય કાર્યકરોની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીય. આર. પાટીલની વડોદરામાં એન્ટ્રી થઇ હતી. મોટી સંખ્યામાં કાર્યકરો સી. આર. પાટીલના રેલવે સ્ટેશન આવકારવા માટે પહોંચ્યા હતા. રેલવે સ્ટેશનની બહારથી સયાજીગંજ સ્થિત બીજેપી કાર્યાલય સુધી કેસરીયો માહોલ જોવા મળ્યો હતો.