• રમતા બાળકો પાછળ પાળેલું વિદેશી બ્રીડનું કૂતરું દોડાવી ડરનો માહોલ ઉભો કરવાનો અજીબો ગરીબ કિસ્સો બહાર આવ્યો
  • નાના ભુલકાઓ પાછળ કુતરો છોડી મુકવાની ઘટનાને કારણે બાળકોમાં ગભરાટ ફેલાયો

#Vadodara - નાના ભૂલકાઓ પાછળ પાલતુ કૂતરો દોડાવી ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ, જુઓ CCTV

WatchGujarat. નવાપુરા વિસ્તારમાં રમતા બાળકો પાછળ પાળેલું વિદેશી બ્રીડનું કૂતરું દોડાવી ડરનો માહોલ ઉભો કરવાનો અજીબો ગરીબ કિસ્સો બહાર આવ્યો છે. મામલે બાળકો અને મહિલાઓ એ કુતરુ દોડાવનાર વ્યક્તિ સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં લેખીતમાં ફરિયાદ આપી રજૂઆત કરી છે.

નવાપુરા વિસ્તારમાં રહેતા કેદાર ઓટીયા નામના વ્યક્તિએ તેમના ઘરની આજુબાજુ માં રમતા બાળકોને રમતા અટકાવતો હતો. હદ તો ત્યારે થઇ જ્યારે રમવાનું ના પાડનારે તેનો પાળેલો વિદેશી બ્રિડનો કુતરો માસુમ ભુલકાઓની પાછળ છોડી મુક્યો હતો. નાના ભુલકાઓ પાછળ કુતરો છોડી મુકવાની ઘટનાને કારણે બાળકોમાં ગભરાટ ફેલાયો છે.

પાલતુ કુતરા ને બાળકો પાછળ દોડાવવાનો અજીબ કિસ્સો બનતા વાલીઓ ચિંતાતુર બન્યા હતા. ગુરૂવારે નવાપુરા વિસ્તારના બાળકો અને મહિલાઓ મોરચો લઈ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અને લેખીતમાં રજુઆત કરી હતી. રજુઆત પ્રમાણે, કેદાર ભાઈ નામના વ્યક્તિ તેમનો પાલતુ કૂતરો છુટ્ટો છોડી ગઈ બાળકો રમતા હોય છે તેની પાછળ દોડાવે છે. આવા કિસ્સો અવારનવાર બન્યા છે. અને બાળકો રમતા ગભરાઇ રહ્યા છે. જેથી કુતરાના માલિક કેદાર ઓટીયા સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. આ અંગે નવાપુરા પોલીસે CCTV ફૂટેજ મેળવી ને કુતરા ના માલિક સામે કાર્યવાહી આરંભી છે.

More #Cctv #Dog #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud